Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૭૬
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
લઘુકાવ્ય : શાંતિપુરાણમ્ અને નારદચરિતૈ પુરરિટ્ટ' નામક ફુટકળ પદ્યોનો એક સંગ્રહગ્રંથ ચારસો-પાંચસો વર્ષ પૂર્વે સંકલિત કરવામાં આવ્યો હતો. તેમાં “શાન્તિપુરાણમ્” અને “નારદચરિતૈ'નામક બે જૈન ગ્રંથોનાં કેટલાંક પદ્યો મળે છે. જે પદ્યો “શાન્તિ-પુરાણના નામે નિર્દિષ્ટ છે, તેમાંના બે મેરુમન્દરપુરાણમ્ (જેન તામિલ પુરાણગ્રંથ)માં પણ છે. સંભવ છે કે “મેરુમન્દર પુરાણમ્'ના રચયિતા એ પૂર્વવર્તી જૈનમતાનુયાયી કવિના પદ્યોને આદરવશ પોતાની રચનામાં યથાવત્ સ્થાન આપ્યું હોય.
શાન્તિપુરાણમ્' ગ્રંથ નવમી સદીમાં કન્નડમાં રચવામાં આવ્યો, જેમાં સોળમા તીર્થંકર શાન્તિનાથનું ચરિત્ર છે. આ જ રીતે તામિલમાં પણ થયું હશે. “નારદપુરાણમ્માં એક અહિંસોપાસક નરેશની કથા છે, જે હત્યા કે હિંસાનું નામ સુદ્ધાં ન લેતો હતો. તેમાં સંન્યાસ અને તપસ્યાના પ્રભાવનું વિશદ વર્ણન છે. શ્રીપુરાણમાં નારદ અને પર્વતની પ્રસિદ્ધ કથા છે, તેના જ આધારે આ ગ્રંથ પણ રચવામાં આવ્યો છે.
લઘુકાવ્ય : મેરુમંદર પુરાણમ્ ધ્યાન આપવા યોગ્ય છે કે “નીલકેશી' કાવ્યના વ્યાખ્યાકાર વામનમુનિએ “મેરમન્દર પુરાણમ્' નામક કાવ્યની રચના કરી છે. તેઓ સોળમી સદીના હતા. કાવ્યકથા
વૈજયન્તનું અને તેના બે ભાઈ જયન્તનું તથા સજયન્તનું ત્રણે “સુયંભુ' (સ્વયંભૂ) તીર્થંકરના સદુપદેશથી મુનિ બની ગયા. વૈજયન્તમ્ ત્રણે લોક માટે સુવન્દ
ચૂડામણિ' બની જાય છે. તેમના ભાઈ સંજયન્તમુનિ પોતાને સતાવનાર એક વિદ્યાધરને ઉદારતાપૂર્વક ક્ષમા આપી દે છે. તેમની આ આદર્શ શાંત પ્રકૃતિએ તેમને પણ સર્વવન્ય બનાવ્યા. તેમના ભાઈ જયન્તનું વિદ્યાધરના અતિક્રમણથી
થઈ ઉઠ્યા. તે સમયે અધ્યાપનું નામક સાધુએ પૂર્વજન્મવૃત્તાન્તોથી જયન્તને અવગત કરાવ્યા. તે વૃત્તાન્ત આ મુજબ છે –
ભદ્ર મિત્રનું નામક વણિક (શ્રેષ્ઠી) પોતાની ચિરસંચિત સંપત્તિ ગુપ્ત રૂપે એક મંત્રી પાસે થાપણ રૂપે રાખી વિદેશ ગયો અને પાછા આવતાં જ્યારે તેણે પોતાના મિત્ર મંત્રી પાસે પોતાની થાપણ પાછી માગી, તો મંત્રીએ આશ્ચર્ય પ્રકટ કર્યું કે તું શું કોઈ નશો કરીને આવ્યો છે ? આ અપ્રત્યાશિત પ્રવચનાથી ક્ષુબ્ધ થઈ ભદ્રમિત્રનું શોર મચાવવા લાગ્યો. તેની ઉત્તેજના અને આક્રોશનો મંત્રીએ લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org