Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમ-૨
સંન્યાસ, તપસ્યા વગેરેનો જ પોષક હોવાની જે ધારણા હતી, તેને બદલી ‘લૌકિક આનંદ લેવા છતાં પણ, ભોગ-ઉપભોગોમાં નિમગ્ન હોવા છતાં પણ જૈન ધર્મના સહારે મુક્તિ-પ્રાપ્તિ સહજ સંભવ છે’ આ ધારણાને સ્થિર કરી દીધી. આથી ભાવુક કવિવરે, જે પોતે સર્વસામાન્ય સંન્યાસી સાધુ હતા, આ આખા કાવ્યને ‘વૈવાહિક ગ્રંથ' જ બનાવી દીધો.
-
આ કાવ્યનો મુખ્ય સંદેશ અહિંસા ધર્મનું સમર્થન છે. ગાયોને જંગલી ભીલોથી છોડાવવાના પ્રસંગમાં જીવકને સાચા અહિંસકનો પરિચય કરાવ્યો. જોકે અંતે કુટિલ અને ક્રૂર અમાત્ય કટ્ટિયંકારન્ (કાઠાંકારિક)ની હત્યા થાય છે, છતાંપણ રાજનીતિની દૃષ્ટિએ તે શત્રુવધ ન્યાય્ય જ માનવામાં આવે છે. કવિવરે સાચા અહિંસક સામ્રાજ્યનું ચિત્રણ કર્યું છે. શાસન રીતિ, પ્રજાપાલન વગેરે બધા પ્રકારના રાજકાર્યોમાં અહિંસા અને સ્નેહની જ પ્રધાનતા બતાવવામાં આવી છે. કવિવર તિરુત્તક્ક દેવર્ની જેમ આદર્શ સામ્રાજ્યનું સપનું ઓછા જ કવિઓએ જોયું અને તેનું વર્ણન કર્યું અને કોઈએ કર્યું હોય, તો પણ તેની પછી જ. તેમાં જૈનધર્મને ગર્વ કરવાનો અધિકાર છે જ; છતાંપણ કવિવરની મૌલિક પ્રતિભાની પણ પ્રશંસા કરવી જ પડશે.
૧૯૯
ચૂળાણિ
મહાકાવ્ય ‘જીવક ચિંતામણિ'ના પ્રકરણમાં પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે શ્રવણબેલગોલથી પ્રાપ્ત શિલાલેખમાં ‘ચૂળામણિ'ના રચિયતાનું નામ ‘વર્ધમાન દેવર’ મળે છે. પરંતુ તામિલમાં આ નામ નથી મળતું; તામિલનું રૂપ છે, ‘તોલા મોળાત્તેવર’. કેટલાક વિદ્વાનોનો મત છે કે તે લેખકનું બીજું નામ હોઈ શકે છે. તે પણ વિવાદાસ્પદ છે કે શ્રવણબેલગોલના શિલાલેખમાં જે ‘ચૂલામણિ' ગ્રંથનો ઉલ્લેખ છે, તે તામિલ કાવ્યનો છે કે બીજાનો. આથી તેના આધારે આ તામિલ કાવ્યનો કાલનિર્ણય કરવો યોગ્ય નહિ હોય.
‘ચૂળામણિ’ના ઉપોદ્ઘાત પદ્ય ‘પાયરમ્’માં કહેવામાં આવ્યું છે કે ચંદન નામક તામિલ પ્રેમી નરેશની સભામાં આ ગ્રંથ પ્રથમ વાર પ્રકાશિત કરવામાં આવ્યો.
૧
Jain Education International
૧. કોઈ ગ્રંથને પ્રથમવાર સભામાં પ્રકાશિત કરવાને તામિલમાં ‘અરંગેટ્રમ્' (સમારોહ) કહેવામાં આવે છે. તે સભામાં મોટા મોટા સમાલોચક વિદ્વાનો હોવાના. તેમની સ્વીકૃતિ અને અનુમોદન પ્રાપ્ત કર્યા પછી જ તે ગ્રંથ જનતા દ્વારા આદર પામે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org