Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૭૦
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
રાજા ચન્દન વિશે વર્ણન છે, “વેન્દ્રગુમ તૂમાન તિમિછિન ઝિવ', અર્થાત્ ચેન્જન નામક રાજકુલભૂષણ અને તામિલ-પ્રેમી. ‘તામિલ-પ્રેમી'ના વિશિષ્ટ વિશેષણને કારણે આ રાજા પાંડ્યવંશી હોઈ શકે છે. આ વિશેષણ ઘણું કરી પાંડ્ય રાજાઓનું જ છે અને “ચેન્જન” નામ માત્ર પાંડ્યોના માટે વ્યવહત થયું છે.
સાતમી સદીના પૂર્વ ભાગમાં “જયન્તવર્મનું અવનિ ચૂળામણિ મારવર્મનું નામક પાંડ્યનરેશ થઈ ગયો હતો, જે પ્રસિદ્ધ કૂનું પાંડ્યનુનો પિતા હતો. આ ઐતિહાસિક આધારે કેટલાક વિદ્વાન માને છે કે “ચૂળામણિ પાંડ્ય રાજાના નામ પર રચાયેલ હોવું જોઈએ. આ જોતાં તેનો રચનાકાળ સાતમી સદી માનવો ઉચિત થશે. છે પરંતુ મયિર્લૅનાથર વગેરે વ્યાખ્યાકારોનો મત છે કે પોતાની ઉત્કૃષ્ટતાને કારણે જ ગ્રંથનું નામ “ચૂળામણિ' (ચૂડામણિ) પડ્યું, જે સાર્થક પણ છે. તદુપરાંત આ કાવ્યના ચરિતનાયક તિવિટ્ટન (ત્રિપૃષ્ઠ)ના પિતા પયાપતિ (પ્રજાપતિ)ની, અંતે “ચૂળામણિ (ચૂડામણિ – જેવા સર્વવંદ્ય તથા સર્વશ્રેષ્ઠ) કહીને પ્રશંસા કરવામાં આવી છે. કવિનું જ વાક્ય જુઓ, “દિન મુડલો પૂબળ માનાન; અર્થાત્ જગતના મસ્તક માટે (તે રાજા પયાપતિ) વસ્તુતઃ ચૂળામણિ (ઉત્તમ અંગનું ઉત્તમ આભૂષણ) બની ગયા.” આ જ મંગલવાક્ય સાથે કાવ્ય સમાપ્ત થાય છે.
કવિએ આ કાવ્યમાં એક સ્થાને રત્નપલ્લવ નગરને પણ “ચૂડામણિ' કહ્યું છે અને રાજાનું નામ પણ “ચૂળામણિ” લખ્યું છે. ચરિતનાયક તિવિટ્ટનના મસ્તકની કાંતિનું વર્ણન કરતી વખતે પણ તેમણે “ચૂળામણિ'નો ઉપયોગ કર્યો છે. આથી કવિનો પ્રિયતમ શબ્દ જે કાવ્યની અંદર વારંવાર પ્રયુક્ત થયો છે, તે મહાકાવ્યનું પણ શીર્ષક બની ગયો છે.
એક “તનિપ્પાડલ્” (ફુટકળ પદ્ય)માં કહેવામાં આવ્યું છે કે વિજયનું કારવેટ્ટિ અરેયની અભ્યર્થનાથી તોલામોનિ દેવરે “ચૂલામણિ' કાવ્યની રચના કરી હતી. કારવેટ્ટિ શબ્દ “કાડ વેટ્ટિ (જંગલનો નાશ કરનાર)નું અપભ્રંશ-રૂપ છે. આ નામ પલ્લવનરેશોની ઉપાધિનું સૂચક છે. આ નામમાં, ‘વિજયનું' શબ્દ તેનું નામ ન હોતાં, “જીતનાર'ના અર્થમાં પ્રયુક્ત થયેલ લાગે છે. ત્યારે પૂર્વોક્ત “પાયિરમ” (પ્રારંભિક પરિચાયક પદ્ય)માં વર્ણિત ચેન્જને જ તે નામથી નિર્દિષ્ટ કરવામાં આવેલ હોઈ શકે છે, “તમિળનું કિગવન્” (તામિલનો પ્રેમી કે અભિભાવક) શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org