Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૬
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
તત્ત્વોનું વિવેચન – બધી જગ્યાએ કવિની પ્રતિભા ઉન્મુક્ત રૂપે પ્રકટ થઈ છે. 'काव्यं यशसे अर्थकृते व्यवहारविदे शिवतरक्षतये । सद्यः फल निर्वृत्तये कान्तासम्मिततया ૩૫શયુગે ” – આ કાવ્યલક્ષણનું સાચે જ કોઈ સર્વાગપૂર્ણ કૃતિમાં દર્શન કરવું હોય, તો તે આ જ મહાકાવ્ય “જીવકચિંતામણિ' છે, જે કેટલાય મહાકવિઓ માટે આદર્શ સ્તંભ હતો અને પ્રેરણાસ્રોત પણ. ચિંતામણિ'નો રચનાકાળ
શ્રવણબેલગોલમાં પ્રાપ્ત એક શિલાલેખમાં કેટલાક આચાર્યોનો ઉલ્લેખ મળે છે. તેઓ છે મહાપુરાણના ઉત્તર ભાગના રચયિતા ગુણભદ્ર, તેમની પછી ચિંતામણિ આચાર્ય અને તેમના પરવર્તી શ્રીવર્તદવ જે “ચૂળામણિ (મૂલગ્રંથ)ના રચયિતા હતા, વગેરે. આચાર્ય ગુણભદ્ર તો રાષ્ટ્રકૂટ નરેશ અકાલવર્ષના સમકાલીન હતા. અકાલવર્ષ નવમી સદીના અંતે અભિષિક્ત થયો. પ્રસ્તુત મહાકાવ્ય “જીવકચિંતામણિ'ના કવિ પોતાના નામના અંતે “દેવરૂ' શબ્દ જોડતા હતા. આથી જાણી શકાય છે કે તેઓ દેવગણ”ના હતા જે જૈન દ્રાવિડસંઘનો એક ભાગ હતો. કવિનું નામ તિરુત્તક દેવર' સંભવતઃ એટલા માટે પડ્યું કે તેઓ દ્રાવિડ સંઘ અંતર્ગત દેવગણના હતા. શિરડુ પાયિરમ્'
આમાં એક અંશ આવો છે, “વત્ ર્વવિદ્ પામોત્રિપુટુંબૂ મૈયર રીર્તિ તિરુત્ત મુનિવત્ ” અર્થાત્ “પ્રખ્યાત વંચિદેશ (આજકાલ કન્વરના નામથી મશહુર)ના નરેશ પોપ્યામોનિ દ્વારા અભિનંદિત અને માન્યવર તિરુત્તક્ક મુનિવનું (મુનિ). કેટલાક વિદ્વાનોનો મત છે કે આ પોપ્યામોળિ “સત્યવાફનો અનુવાદ હોઈ શકે છે. ઈતિહાસથી ખબર પડે છે કે સત્યવાક નામક ગંગનરેશ દસમી સદીના પહેલા ભાગમાં શાસનારૂઢ હતો. તેણે “વળિળ મલે” (રજત ગિરિ) પર એક જિનમંદિર ઊભુ કર્યું હતું. વંચિ પ્રદેશ, જે કરુવ્ર નામે પ્રસિદ્ધ છે, તે ચોલ અને ચેર રાજ્યોના સમ્મિલિત ભાગને કહે છે. “વંચિ'નો બીજો અર્થ છે સમરયાત્રા (ચડાઈ). વિશિષ્ટ યુદ્ધ-કૌશલને કારણે પણ સંભવ છે કે ઉક્ત ગંગનરેશને
૧. “શિરડુ પાયિર' તે પદ્યને કહેવામાં આવે છે, જે ગ્રંથકારના ગુરુ, સહપાઠીઓ, યોગ્ય શિષ્યો
તથા નિપુણ વ્યાખ્યાકારો – આમાંના કોઈ એક દ્વારા ગ્રંથ અને ગ્રંથકાર વિશે રચવામાં આવે છે. તેમાં ગ્રંથ તથા ગ્રંથકારનો સંક્ષિપ્ત પરિચય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org