Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમ-૨
સત્કામનાના સહારે જીવકને પોતાની આઠે રાણીઓ સાથે સુખી જીવન વીતાવ્યું. તેના આદર્શ સુશાસનમાં આખો દેશ સુસંપન્ન બન્યો, જનતાના સુખ-હર્ષનું તો શું કહેવું ?
એક દિવસ જીવકન્ નજીકના તપોવનમાં ગયો. ત્યાં એક અશોકવૃક્ષની નીચે બે ચારણઋદ્ધિધારી મુનિઓ ધ્યાનસ્થ ઊભા હતા. જીવકને તેમના ચરણોમાં પ્રણામ કરી મુક્તિપ્રાપ્તિનાં સાધક નિયમાનુષ્ઠાનોનો ઉપદેશ આપવાની પ્રાર્થના કરી. તેમણે વિસ્તારથી જૈન ધર્મનો તત્ત્વોપદેશ કર્યો અને બતાવ્યું કે જીવનનું મુખ્ય ધ્યેય મુક્તિપ્રાપ્તિ છે. આ બધું ગ્રહણ કરી જીવકન્ મહેલમાં આવી ગયો અને પોતાની
આઠ દેવીઓ સમક્ષ દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર પ્રકટ કર્યો. દેવીઓ પણ તેની સાથે સંન્યાસ ગ્રહણ કરવા માટે તૈયાર થઈ ગઈ.
૧૬૫
એક શુભ દિવસ જીવકને પોતાના આઠ પુત્રોને પાસે બોલાવી તેમને શાસનનો ભાર સોંપ્યો તથા તપસ્યા માટે નીકળી પડ્યો. જીવકની આઠે રાણીઓ પણ પોતાની સાસુ સાધ્વી વિજયાદેવીની સેવામાં ચાલી ગઈ અને વિધિવત્ દીક્ષા ગ્રહણ કરી તપસ્યામાં લીન થઈ ગઈ.
જીવકને સમવશરણમાં જઈ તીર્થંકર વર્ધમાનના સાક્ષાત્ દર્શન કર્યાં અને સુધર્મ નામક ગણધર પાસે સર્વસંગ-પરિત્યાગ કરી વિધિવત્ દીક્ષા ગ્રહણ કરી લીધી. તદનંતર તેણે વિપુલગિરિ પર ઘોર તપસ્યા કરી. તપસ્યાના પ્રભાવથી જીવકન્ પોતાના કર્મબંધનથી મુક્ત થઈ ગયો.
કાવ્યની વિશેષતાઓ
જીવકચિંતામણિ કાવ્ય રચનાશિલ્પ તથા રસવ્યંજનાની દૃષ્ટિએ તમિલ ભાષાનું અનુપમ અને સમુવલ કંઠાભરણ છે. કવિ તિરુત્તક્કદેવર્ કાવ્યારંભે ક્રમશઃ દેશ, નગર, વીથી, મહેલ, નરેશ, મહિષી વગેરેનું રોચક વર્ણન કરે છે. જો કે આ સ્થાનો તથા પાત્રો કાલ્પનિક જ છે, તો પણ તેના ચિત્રણમાં કવિની મૌલિક પ્રતિભા તથા આદર્શોન્મુખ પ્રેરણા સ્પષ્ટ દેખાઈ પડે છે. ‘યુટોપિયા' (Utopia) જેવા કાલ્પનિક આદર્શદેશના રૂપમાં જ આ કાવ્યનો એમાંગદમ્ (હેમાંગદ) દેશ પણ છે. આ જ કાવ્ય શૈલીના અનુસરણમાં પરવર્તી કવિઓએ નાટ્ટુ પટલમ્ (દેશવર્ણનસર્ગ), નગર-પટલમ્ વગેરેનું વર્ણન કર્યું છે.
સ્થાનો ઉપરાંત પાત્રોને પણ તામિલ સંસ્કૃતિ તથા તામિલ પ્રકૃતિને અનુરૂપ ચિત્રિત કરવામાં કવિએ ક્યાંય પણ સંકોચ નથી કર્યો. શું પ્રકૃતિવર્ણન, શું પ્રેમગાથા, શું સમરચિત્રણ, શું રાજનૈતિક ષડ્યુંત્રોનો ઉલ્લેખ, શું નીરસ ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org