Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૪
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
પ્રસવ પીડા થઈ અને તત્કાલ જ એક સુકુમાર પુત્રરત્નનો જન્મ થયો. સ્મશાનની અધિષ્ઠાત્રી દેવીએ સ્વયં એક સહેલી રૂપે આવી વિજયાદેવીની સહાયતા કરી અને નવજાત શિશુને કોઈ બીજાને સોંપવાની સલાહ આપી. તે સમયે નગરનો પ્રસિદ્ધ વણિક કન્જકટન (ગંધોત્કટ) પોતાના મૃત શિશુનો દાહસંસ્કાર કરવા માટે સ્મશાનમાં આવ્યો. વિજયાદેવી પોતાના શિશુને ભૂમિ પર સુવડાવી એક ઝાડની આડમાં છુપાઈ ગઈ. વણિક ખૂબ આનંદ સાથે તે શિશુને લઈને ઘરે ગયો અને લોકોમાં કહ્યું કે મારો મૃત પુત્ર જ ફરી જીવિત થઈ ગયો છે. પરંતુ તે તો જાણતો જ હતો કે સ્મશાનમાં મળેલ શિશુ રાજા સય્યદનનો સુપુત્ર હતો. શિશુના હાથમાં રાજમુદ્રાંતિ વીણી જોઈને તેને આ હકીકતની જાણ થયેલી. શિશુને ઉઠાવતી વખતે દેવવાણી સાંભળવામાં આવી, “જીવ !” આથી વણિકે તે પુત્રનું નામ જીવકનું રાખ્યું અને ખૂબ પ્યારથી તેનું લાલન-પાલન કર્યું. આ બાજુ જીવકની જનની વિજયાદેવી તપસ્યા કરવા ચાલી ગઈ.
જીવકનું કેટલીય વિદ્યાઓમાં પારંગત થયો. “અચ્ચરંદી (આર્યનન્દી) પાસેથી તે વિદ્યાગ્રહણ કરતો હતો; એક દિવસ આચાર્યે જીવકને તેના જીવનનું રહસ્ય બતાવી દીધું અને સલાહ પણ આપી કે એક વર્ષ સુધી પોતાને પ્રકટ ન કરે. આ દરમિયાન રાજમાપુરમુના ગોવાળોએ એક દિવસ પોતાના શાસક કથ્રિયંકાનુની પાસે આવીને ફરિયાદ કરી, “મહારાજ, અમારી ગાયોને જંગલના ભીલોએ ઘેરી લીધી અને અમને પણ મારીને ભગાડી દીધા. ગાયોને તેમનાથી છોડાવી અમારી રક્ષા કરો.” રાજાના સૈનિક ભીલોની સામે હારીને ભાગી આવ્યા. ત્યારે જીવકનું સ્વયં પોતાના સાથીઓ સાથે જઈને ભીલો પાસેથી ગાયો છોડાવી લાવ્યો. તેની ખ્યાતિ ફેલાઈ. પછી, નગરના પ્રધાન શ્રેષ્ઠી શ્રીદત્તની પાલિતા પુત્રી ગંધર્વદત્તાને વીણાસ્વયંવરમાં, યાળુ (વીણા) – સ્પર્ધામાં પરાજિત કરી અને તે સુંદરી સાથે જીવકનો વિધિવત્ વિવાહ થયો. ગુણમાલા નામક યુવતીને મત્ત હાથીની લપેટથી બચાવવાને કારણે, તે પણ જીવકનની જીવનસંગિની બની. જીવકને સાપના સવાથી મૃતપ્રાય પદ્દમોત્તમાને જીવિત કરી દીધી, ઉપહારસ્વરૂપ તે સુંદરી પણ જીવકનુની પત્ની થઈ. આ જ રીતે કેમચરી, કનકમાલા, વિમલા, સુરમંજરી અને લક્ષણાદેવી નામક સુંદરીઓની સાથે પણ જીવકના વિવાહ થયા. પોતાના મામાજી તથા વિદેહ દેશના રાજા ગોવિંદનની સહાયતાથી જીવકને કુટિલ મંત્રી કથ્રિયંકારનો વધ કરી, પોતાનું ખોવાયેલું રાજ્ય પાછું લઈ લીધું. જનતાના અપાર આનંદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org