Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૩ર
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
વગેરે નામ આપવામાં આવ્યા છે. સાધારણ તત્ત્વોને આલંકારિક શૈલીમાં બતાવવાની પરંપરા આ ગ્રંથોના સમયમાં ખૂબ ચાલી નીકળી હોવાનું જણાય છે. ધર્મોપદેશપરક ગ્રંથ
ઉક્ત અઢાર ગ્રંથોમાં ધર્મોપદેશપરક ગ્રંથો પણ છે. પરંતુ બંને રીતિઓ (સૂક્તિ તથા ધર્મતત્ત્વ)નો સમન્વય આ ગ્રંથોમાં એ રીતે થયો છે કે તેમનું અલગ-અલગ વિભાજન કરવું મુશ્કેલ છે. તેમાંનાં અધિકાંશ પદ્ય ધર્મોપદેશ શૈલીના છે. ઉપમા, દૃષ્ટાન્ન વગેરે અલંકારો દ્વારા અભિવ્યક્ત કરવાથી, તે બહુ પ્રભાવકારી બન્યા છે. જૈન વિદ્વાનોની વિશિષ્ટ શૈલી અનુસાર અધિકાંશ ગ્રંથ “આડૂઉ મુનિલૈ” (પુરુષસંબોધક) અને “મકડૂઉ મુશિલૈ” (સ્ત્રીસંબોધક) રૂપે રચિત હોવાથી, તેમને વાંચતી વખતે એવું પ્રતીત થાય છે કે તે પદ્યો આપણા જ હિતાર્થે, અને આપણને જ સંબોધિત કરી લખવામાં આવ્યા છે. ' . જૈન ધર્મના વિશિષ્ટ ગ્રંથો
આ અઢાર ગ્રંથોમાં અધિકાંશ જૈનાચાર્યો દ્વારા રચિત છે. તેમનું નીતિપરક તથા ધર્મ-ઉપદેશ પ્રધાન સાહિત્ય તામિલ વાદ્દયનું અભિન્ન તથા મહત્ત્વપૂર્ણ અંગ બની ગયું છે. અર્વાચીન નીતિ ગ્રંથ રૂપે હિંદુ તપસ્વિની તથા કવયિત્રી ઔવૈયારના પ્રસિદ્ધ પદ્ય નમૅરિ, નીતિનૂલ, નીતિનેરિ વિલક્કમ્ વગેરે રચનાઓ પર અઢાર ગ્રંથોનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. (અ) અર્કલ ચેપ્ટ
તે નીતિ નિર્દેશ સાથે-સાથે જૈનધર્મની વિશેષતા અભિવ્યક્ત કરનાર ગ્રંથ છે. આ ગ્રંથ ઉક્ત અઢાર ગ્રંથોથી અર્વાચીન માનવામાં આવે છે. આ ગ્રંથ “કુરબૂ પા” છંદમાં લખવામાં આવ્યો છે. તે અકલાન્વયમ્' નામક જૈનસંઘના પંડિતો દ્વારા રચિત છે. (આ) અરૉરિ સારમ્
આનો અર્થ છે ધર્માચરણોનો સાર. મુનૈપ્પાડિયાર નામક જૈનાચાર્યે “વૈણું પા' છંદમાં આ ગ્રંથની રચના કરી છે. આનું સારતત્ત્વ છે, “ધનલિસા અને ભોગલિસા પ્રસ્ત આ સંસારમાં ધર્માચરણ પર શ્રદ્ધા રાખનાર સાધુ પુરુષ જ કર્મબંધનથી મુક્તિ
૧. “કુરળુ પા સંસ્કૃતના અનુષ્ટ છંદની જેમ નાનો તથા આકર્ષકછંદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org