Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમ્-૧
૧૫૧
સમાલોચકો આ મહાકાવ્યને “નાટકકાપ્પિયમ્' (નાટ્યકાવ્ય) કહે છે. આની ત્રીસે ગાથાઓ (કવિતાઓ) સંઘકાલીન ફટકળ કવિતાઓની જેમ પોતાનામાં સ્વતંત્ર તથા પૂર્ણ છે. કથાવસ્તુ એક હોવાને કારણે એક ગાથાનો બીજી ગાથા સાથે ક્રમિક સંબંધ બનેલો છે, જે સંઘકાલીન કવિતાઓમાં અલભ્ય છે. એટલા માટે આ ગ્રંથને સંઘસાહિત્યધારાનું નૂતન વિકસિત પ્રતીક કહેવામાં આવે છે. સંઘકાલીન કવિતાઓમાં વીરગાથાઓ તથા પ્રશસ્તિઓની સાથે-સાથે માનવજીવનના સાધારણ પણ પવિત્ર કે પ્રશંસનીય પાસાઓનું સ્વાભાવિક ચિત્રણ પણ પર્યાપ્ત માત્રામાં છે. આ કાવ્ય પણ માનવ-જીવનની મહત્તા તથા પવિત્રતાનું પૂર્ણતયા સમર્થક છે. આમાં કવિ આત્મ-વિભોર થઈને પોતાની અનુભૂતિઓનું જે સજીવ ચિત્રણ કરે છે, તે પણ સંઘ સાહિત્યના પ્રભાવનું પરિણામ છે. છતાં પણ કવિની મૌલિક પ્રતિભાનો ચમત્કાર પદ-પદે ઝળકે છે. એટલા માટે કહી શકાય કે આ મહાકાવ્ય સંઘકાલના પર્યાવસાન સમયની અથવા તેની પછીની રચના છે. આ કાવ્યમાં પલ્લવોનો સંકેત સુદ્ધાં નથી, એટલા માટે એટલું તો નિશ્ચિત જ છે કે પલ્લવોની પહેલાં જ આ કાવ્યરત્ન નિર્મિત થઈ ચૂક્યું છે.
રચનાકાળ સતી કણકિ દ્વારા મદુરે નગરીને ભસ્મસાત્ કરવાની તિથિ વિશે કવિવરે આવો નિર્દેશ કર્યો છે – “અષાઢ માસના કૃષ્ણપક્ષના શુક્રવારે જ્યારે અષ્ટમી તિથિ અને કાર્તિક નક્ષત્રનું મિલન થશે, અગ્નિદેવ પાડ્ય રાજધાની મદુરનો વિનાશ કરશે અને પાક્યનરેશની પણ દુર્ગતિ અવશ્યભાવી છે. આ તિથિ વિષયમાં તમિલ વાય તથા જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન સ્વ. એલ. ડી. સામિ કણું પિલૈના મત અનુસાર આ સમય તા. ૨૩ જુલાઈ ૭૫૬ ઈ.સ. હતો. તેમણે પોતાના આ નિર્ણયની પુષ્ટિ માટે મહાકાવ્યના સુપ્રસિદ્ધ વ્યાખ્યાકાર અડિયાકું નલ્લારની ટિપ્પણોનો સહારો લીધો છે. પરંતુ પિલ્લેજી બીજા સ્થળે માન્ય વ્યાખ્યાકારોની વાતોને અસંગત સાબિત કરવામાં પણ ખચકાયા ન હતા. સુવિખ્યાત ઈતિહાસવેત્તા રામચન્દ્ર દીક્ષિતજીએ એક અધિકારી ખગોળશાસ્ત્રીની રૂએ પર્યાપ્ત અનુસંધાન પછી એવો નિર્ણય જાહેર કર્યો કે મદૂર નગરી ઈસ્વી બીજી સદીમાં અનલકવલિત થઈ અને તે જ ટિપ્પણીઓને પ્રમાણ રૂપે પ્રસ્તુત કરી જેને
૧. જુઓ શિલપ્પધિકારમ્, મદ્રે કાડ, પદ્ય પંક્તિ-૧૩૩-૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org