Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૫૨
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
સ્વમસમર્થનમાં પિલ્લેજીએ પ્રસ્તુત કરી છે. અહીં એક વાત પર ધ્યાન આપવું ઉચિત છે કે જ્યારે પિલ્લેજીએ વ્યાખ્યાતાની ટિપ્પણીગત વાતોને અસંગત માની, ત્યારે તેનો કાલનિર્ણય પણ, જે મોટા ભાગે તે ટિપ્પણી પર જ અવલંબિત છે, કેમ સંગત માની શકાય ? અને પછીથી શ્રીદીક્ષિતજીએ અકાટ્ય પ્રમાણોથી તે સાબિત કરી દીધું કે મદુરેનો અગ્નિકાંડ બીજી સદીમાં જ થયો હતો. કાવ્યની અન્ય વાતો અને પાસાઓ પર તટસ્થતાપૂર્વક વિચાર કરવામાં આવે તો દીક્ષિતજીનો નિર્ણય જ સંગત પ્રતીત થાય છે.
કેટલાક વિદ્વાનોનો મત છે કે “જીવક ચિંતામણિ” “પેરું કર્થ” (બૃહત્કથા) વગેરે કાવ્યગ્રંથોના નિર્માણકાળમાં જ “શિલપ્પધિકારમ'ની પણ રચના થઈ હશે. શૈવ સંત-સાહિત્ય તેવારના સમયમાં સંસ્કૃત અને તામિલનો સાહિત્યિક સમન્વય શરૂ થંઈ ચૂક્યો હતો; આથી સંભવ છે કે તત્કાલીન વિદ્વાનો તથા કવિઓને સંસ્કૃત કાવ્યશૈલીનું અનુકરણ કરી પોતાની ભાષામાં પણ કાવ્યગ્રંથ રચવાની ઈચ્છા તથા પ્રેરણા થઈ હોય.
“કાપ્પિયમ્' (કાવ્ય) શબ્દનો પ્રયોગ શિલપ્પધિકારમાં નથી મળતો. પરંતુ વિશ્વભરમાં આદિકાલીન મહાનું ગ્રંથોને કાવ્ય અથવા મહાકાવ્ય જ કહેવામાં આવ્યા છે. હોમરનો ગ્રીક ભાષામાં રચિત ગ્રંથ, વાલ્મીકિનો સંસ્કૃત રામાયણ ગ્રંથ વગેરે મહાકાવ્યો “આદિકાવ્ય' નામે વિખ્યાત છે.
તામિલ સાહિત્યમાં સંસ્કૃત ભાષા તથા સાહિત્યનો પ્રભાવ “અરનાનૂર', પૂરનાનૂર' વગેરે વિશિષ્ટ ગ્રંથોમાં નહિ બરાબર છે. પરવર્તી જૈન તથા બૌદ્ધ આચાર્યોએ સંસ્કૃતનું સંમિશ્રણ લોકભાષા અને સાહિત્યિક ભાષામાં વધારે કર્યું. ઈ. પૂ. ત્રીજી સદીના ગુફાવર્તી શિલાલેખોથી આનાં પર્યાપ્ત પ્રમાણ મળે છે. સાંપ્રદાયિક તથા ભક્તિપરક ગ્રંથોમાં સંસ્કૃત શબ્દોની પ્રચુરતા સહજ છે. એટલા માટે શિલપ્પધિકારમમાં ધર્મ તથા દેવતા સંબંધી વર્ણનોમાં સંસ્કૃતના તત્સમ-તભવ શબ્દો મળે છે. મુખ્યત્વે અહંત ભગવાનની સ્તુતિ રૂપ વર્ણનમાં પૂરી નામાવલી જ આપવામાં આવી છે.
તત્કાલીન તામિલ વિદ્વાનો સંસ્કૃત ગ્રંથોના અધ્યયનમાં રુચિ ધરાવતા હતા અને સીધા સંસ્કૃત ન જાણનારા પણ અનૂદિત અને આધારિત તામિલ ગ્રંથો દ્વારા પણ પોતાની જ્ઞાનપિપાસા શાંત કરી લેતા હતા. આથી મયમત, કરવટમત તથા ભરતના નાટ્યશાસ્ત્ર વગેરેથી સારી રીતે પરિચિત હતા. આ સિવાય તે સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org