Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૦
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
એક તો ઓટ્ટક્લાર ઉચ્ચ કોટિના મધુરવાફ કવિ હતા, અને બીજી તરફ તે કટ્ટર શૈવ હતા. છતાં પણ તેમણે કાવ્યમાધુર્ય પર પ્રસન્ન થઈને “વૌયાપતિ કાવ્ય'નું મનન કર્યું, જે એક ધર્મવિરોધી અર્થાત જૈન કવિનો જૈનધર્મીય ગ્રંથ હતો. કાશ, સમગ્ર ગ્રંથ મળી ગયો હોત !
પેરું કથે આ કાવ્યને પંચ મહાકાવ્યોમાં સ્થાન ન મળવા છતાં પણ, રચનાશૈલી તથા કાવ્યસૌષ્ઠવની દષ્ટિએ આને મહાકાવ્ય કહી શકાય. “કુંડલકેશી” અને “વૌયાપતિ' બંનેની અપેક્ષાએ આનું કાવ્યસ્તર ઊંચું જ છે.
શિલપ્પધિકારમ્ અને મણિમેખલૈની જેમ આ કાવ્ય પણ “અકવ છંદમાં છે. આના રચયિતાનું નામ કોંકુળિરૂ છે. આના પદ્યો “શિલપ્પધિકારમ્ અને “મણિમેખલે'ના પદ્યોની જેમ “નકારાત્ત છે. આ પદ્ધતિને પ્રથમ લક્ષણગ્રંથકાર તોલકાપ્પિયરે “પુ” અને “વનડુ” કહી છે. તે મહાકાવ્યોની જ જેમ આ કાવ્ય પણ કથાનકને અનુકૂળ એક જ છંદમાં છે અને “અંતાદિ' નામક શબ્દાલંકારથી પણ યુક્ત છે. * વ્યાખ્યાકારોની ટિપ્પણીઓથી માલૂમ પડે છે કે આ “પેરુમ્ કર્થ' કાવ્યનું અપનામ “ઉદયણન્ કર્થ” પણ હતું. વસ્તુતઃ આ કાવ્ય પણ ગુણાઢ્યના સુવિખ્યાત ગ્રંથ “બૃહત્કથા'નું જ પરિમાજિત તામિલ રૂપ છે. તામિલ કાવ્યશૈલી અનુસાર પ્રદેશવર્ણનના પ્રસંગમાં, ઉત્તર ભારતનું વર્ણન તામિલ દેશ રૂપે જ કરવામાં આવ્યું છે. ઉદયન અને વાસવદત્તાની જોડી કમ્બનના રામ તથા સીતાની જેમ તામિલસંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ છે. પ્રેમી-પ્રેમિકાનું સંદર્શન, સમ્મિલન અને પ્રેમવિકાસની પરંપરા તમિલ કાવ્યશૈલી અનુસાર જ ઉપસ્થિત કરવામાં આવી છે.
જોકે આ કાવ્યમાં વિમાન વગેરેનું કાલ્પનિક વર્ણન આવે છે, તો પણ સમય, સમાજ અને જનજીવનને આ કાવ્ય જેટલાં અધિક પ્રતિબિંબિત કરે છે, તેટલાં અન્ય કાવ્યમાં અનુપલબ્ધ છે. નારીનો મહિમા, વિદ્યાનો પ્રભાવ, લોકોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ, રાજનીતિની ચાલો, સત્તાધીશોની ચાલો વગેરે કેટલીય વાતો ખૂબ જ રોચક ઢંગથી આ “ઉદયનું કર્થમાં વર્ણિત છે. આનો ચરિતનાયક ઉદયણ છે, છતાં પણ તેના મિત્ર “ગીને પણ ચરિતનાયક માનવો પડે છે. સમગ્ર કાવ્યકથામાં ગતિ તથા ઘટનાપ્રવાહ મૂગીના જ અસ્તિત્વથી આગળ વધે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org