Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમ્-૧
૧૫૯
| શિલાલેખોના આધારે વિદ્વાન લોકો એ નિર્ણય પર પહોંચ્યાં છે કે આજીવકમત તામિલનાડુમાં અર્વાચીન ચોલ રાજાઓના શાસનકાળમાં પણ પ્રચલિત હતો. એ તો નિશ્ચિત છે કે નીલકેશી કાવ્ય બૌદ્ધ મહાકાવ્ય “મણિમેખલે'ની પછી જ રચવામાં આવ્યું હતું. બૌદ્ધોની સામે થયેલા પ્રબળ વિરોધમાં આ જૈન ગ્રંથની રચના થઈ છે. ઈ. સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુએન સંગે પોતાના યાત્રાવૃત્તાંતમાં લખ્યું છે કે તામિલનાડુમાં બૌદ્ધધર્મનો પ્રસાર ખૂબ ઓછો થઈ ગયો છે. એનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેના પર્યટન-કાળ પહેલાં જ “નીલકેશી' ગ્રંથ રચવામાં આવ્યો હશે, કેમકે તેના રચનાકાળમાં બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રભાવ તામિલ દેશમાં હતો.
વળેયાપતિ “વૌયાપતિ' તામિલના પંચ મહાકાવ્યોમાં અંતિમ માનવામાં આવે છે. આ કાવ્યની કથા પૂર્ણ રૂપે ઉપલબ્ધ નથી. થોડાં પડ્યો જ પોતાના નામશેષ કાવ્યનો પરિચય આપે છે. આ પદ્યો પણ સમગ્ર રૂપે ક્યાંય એક સ્થાન પર નથી મળ્યાં. તે બધા સુપ્રસિદ્ધ વિદ્વાન વ્યાખ્યાકાર અડિયાકું નલાર, ઈબંપૂરણાર, નચ્ચિનાકું ઇનિયાર અને પરિમેલળગરની વ્યાખ્યાઓમાં વિખરાયેલ હતા. તે લગભગ એંશી પઘો હતા જેમનું સંકલન “શૈન્તમિળ” નામક પત્રિકાએ કર્યું હતું.
આ સંગ્રહના પદોમાં “નિક્કન્ત વેડતુ ઈડિગણમ્' (નિર્ગસ્થ વેશધારી ઋષિગણ) અરિવનુ (જેણે જ્ઞાન મેળવ્યું હોય – જિનદેવ) વગેરે પ્રયોગો મળે છે. આથી આને એક જૈન ગ્રંથ માનવામાં કોઈ આપત્તિ નથી. આ પદ્યોમાં કેટલાંક તો ચાર ચરણવાળા છે, કેટલાક બે-બે ચરણવાળા તથા કેટલાક છ ચરણવાળા પણ છે. તામિલના છંદશાસ્ત્રો “યાપ્પરુંગલવૃત્તિથી પ્રાચીન હોવાને કારણે આનો રચનાકાળ દસમી સદીની પહેલાંનો જ હોઈ શકે.
પૂરું કાવ્ય ન મળવાથી, તેના રસાસ્વાદનની સુવિધા નથી. જેટલાં પદ્યો મળ્યાં, તેનાથી એ નિર્ણય પર પહોંચાય છે કે આ ગ્રંથ પ્રાંજલ શૈલીમાં ધાર્મિક વિષયોનું વર્ણન કરનાર કોમળ કાવ્ય રહ્યું હશે. તેની શ્રેષ્ઠતા તથા વિશેષતા એનાથી પ્રકટ છે કે પ્રકાંડ પંડિતોએ પોતાની વ્યાખ્યાઓમાં આનાં પદ્યો સાદર ઉદ્ધત કર્યા છે. સહુથી અનોખી વાત એ છે કે “તક્રયાળ, પરણિ” (તક્ષ યાગ પરણિ) નામક પ્રસિદ્ધ પ્રબંધ ગ્રંથના વ્યાખ્યાકારે તેના રચયિતા કવિ ચક્રવર્તી ઓટ્ટક્રૂત્તર' વિશે આદરપૂર્વક લખ્યું છે કે “કવિયળગુ વેષ્ઠિ વૌયાપતિયે નિનૈત્તાર' અર્થાત્ કવિતામાધુર્યની શોધ કરતાં કવિએ (ઓટ્ટકૂત્તરે) “વૌયાપતિ કાવ્યનું મનન કર્યું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org