Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમ-૧
દસ વાદીઓનો ઉલ્લેખ છે. વૈદિક મત અને પ્રમાણ મત બંને એક જ હતા. આજીવક તથા નિગંઠ (જૈન) મતના પારસ્પરિક સંબંધનું દર્શન ‘શિલપ્પધિકારમ્'માં પણ છે. ‘લોકાયતિક મત’ના નામે પ્રખ્યાત ભૂતવાદ પણ તે સમયે ખૂબ પ્રચારમાં હતો. આથી અંતે નિર્દિષ્ટ ‘ઘે વર્તે સમયમ્’ (પાંચ પ્રકારના મત) આ હોઈ શકે છે ઃ વૈદિક મત, પ્રમાણ મત, આજીવક મત, નિગંઠ (જૈન) મત અને લોકાયતિક. પછીના બૌદ્ધ ગ્રંથ ‘નીલકેશી'માં આ પાંચ મતોની સાથે સાંખ્ય અને વૈશેષિક મતોને પણ જોડી દેવામાં આવ્યા છે. આથી જણાય છે, ‘મણિમેખલૈ’માં અતિરિક્ત રૂપે વર્ણિત વાદોને પછીથી જોડી દેવામાં આવ્યા છે.
આ કાવ્યમાં વાદ-પ્રતિવાદ, પરમતખંડન તથા સ્વમતખંડન વગેરે વાતો સ્પષ્ટ સ્થાન નથી મેળવી શકી; છતાં પણ મણિમેખલા પ્રચલિત સમસ્ત મતો પર ચર્ચા અથવા ટીકા-ટિપ્પણી પ્રહાર અવશ્ય કરે છે; તે પણ પોતાના અભીષ્ટ ધર્મ ૫૨ દૃઢતર વિશ્વાસ માટે. એક વાત તો આપણે માનવી જ પડશે કે શુષ્ક ધાર્મિક ચર્ચાને લઈને સુંદર કાવ્ય-ગ્રંથ રચવાની પરંપરા આ ‘મણિમેખલૈ'થી શરૂ થઈ છે. આ જ ક્રમમાં કટ્ટર ધર્મ-ગ્રંથ ‘કુણ્ડલકેશી' નામક બૌદ્ધ-ગ્રંથની રચના થઈ. આ ગ્રંથના પ્રત્યુત્તરસ્વરૂપ ‘નીલકેશી’ નામક અદ્ભુત જૈન કાવ્ય ગ્રંથનું પ્રણયન થયું.
નીલકેશી
‘નીલકેશી’ અર્વાચીન રચના છે. આના રચિયતાના નામનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. રચિયતાએ લખ્યું છે કે તેણે એક સપનું જોયું અને તેની પ્રેરણાથી આ ગ્રંથ રચ્યો છે. પાંચાલ દેશ, કુણ્ડવર્તનમ્ નામક નગર, તેના રાજા સમુદ્રસારન્, તે નગરની ચારે તરફ ફેલાયેલ ‘પલાણ્યમ્’ નામક સ્મશાન, તે પ્રદેશનાં મંદિર, તેમાં કરવામાં આવતા હત્યાકાંડ તથા ભૂત-પિશાચોનાં ઘોર કૃત્ય વગેરેનું રોચક વર્ણન ‘નીલકેશી’ ગ્રંથમાં છે. આ ‘ઐચિરુ કાપ્પિયમ્ (પંચ લઘુકાવ્યો)’ માં એક
છે.
૧૫૭
કાલી દેવીના મંદિરમાં થનારી બલિસ્વરૂપ જીવહત્યાને મુનિ ચન્દ્રે રોકી દીધી. આનાથી અસંતુષ્ટ થયેલી કાલી દેવી નીલી નામક સ્ત્રી સાથે, પોતાનો વેશ બદલી
૧. પાંચ લઘુકાવ્યોનાં નામ આ પ્રમાણે છે
૧. યશોધરકાવ્યમ્, ૨. ચળામણિ, ૩. નાગકુમાકાવ્યમ્, ૪. ઉદયણકાવ્યમ્ અને ૫. નીલકેશી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org