Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૫૬
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
છે. ગણિકાની પુત્રી થઈને પણ, લોકોદ્ધાર કરવા યોગ્ય સમ્માન્ય ભિક્ષણી બનતી એક નિસ્વાર્થ સેવિકાનું ચરિત્રચિત્રણ આ કાવ્યમાં છે. વર્ણ વ્યવસ્થાની નિંદા, બૌદ્ધધર્મની ઉપાદેયતા તથા સાધારણ જન સુધીના માટે સુલભતાનું વર્ણન, બૌદ્ધ તત્ત્વોનું તર્કપૂર્ણ સમર્થન અને અન્ય ધર્મોનું ખંડન પણ આ “મણિમેખલે' કાવ્યમાં થયું છે.
આ કાવ્યમાં નાલંદા વિશ્વવિદ્યાલયના પ્રધાન પંડિત દિનાગ અને ધર્મપાલના તાર્કિક મંતવ્યોમાંથી કેટલાક અંશો અનુવાદ રૂપે ઉલ્લિખિત છે. આ અંશો પછીથી પ્રક્ષિપ્ત રૂપે જોડી દીધેલાં માલુમ પડે છે.
જોકે આ બૌદ્ધ મહાકાવ્ય છે, તો પણ આમાં જૈન ધર્મનું પણ સુંદર વર્ણન છે. ઘટનાની પરંપરાને જોતાં એ સ્પષ્ટ સમજાય છે કે આ કાવ્ય “શિલપ્પધિકારમુનો ઉત્તરાદ્ધ છે અને તેના પ્રણયન પછી જ આની રચના થઈ છે. મણિમેખલે' ગ્રંથનો ધાર્મિક પક્ષ
આમાં પ્રથમ ગાથા “વિ જૈ (પર્વનું વર્ણન કરનારી )માં આ ઘટના વર્ણિત છે –
“સુધામતિના પિતા બ્રાહ્મણ હતા, ભીષણ ઉદરરોગથી પીડિત થઈને જૈન મંદિરમાં આશ્રય લેવા ગયા. પણ જૈનોએ અન્ય ધર્મીને પોતાને ત્યાં રાખવાનું ન ચાહ્યું અને તત્કાળ તે રોગી બ્રાહ્મણને બહાર કાઢી મૂક્યો. પછી જ્યારે તે રોગી રક્ષાની પ્રાર્થના કરતો વીશીમાં ભટકતો રહ્યો, ત્યારે બૌદ્ધોએ દયા કરી બૌદ્ધવિહારમાં આશ્રય આપ્યો અને યથોચિત ઉપચારની વ્યવસ્થા કરી.”
આ ઘટનાથી બૌદ્ધોની ઉદારતાનો પરિચય તો મળે જ છે, પરંતુ જૈનોની ધર્મ-પરિરક્ષણની જાગરૂકતા પણ પ્રકટ થાય છે.
“મણિમેખલે”ની ૨૭મી ગાથા “સમથર તંતિરમ્ ઍટ્ટ તૈ” (ધર્માચાર્યોને મણિમેખલા દ્વારા પૂછવામાં આવેલી ધાર્મિક વાતોની ગાથા)માં બતાવવામાં આવ્યું છે કે મણિમેખલાએ પ્રમાણવાદી, શૈવવાદી, બ્રહ્મવાદી, વૈષ્ણવવાદી, વૈદિક (વેદવાદી), આજીવક, નિગંઠવાદી, સાંખ્યવાદી, વૈશેષિકવાદી અને ભૂતવાદી – આ મતવાદીઓ પાસે ધાર્મિક તત્ત્વો સમજાવવાની અભ્યર્થના કરી અને તે વિદ્વાનોએ પણ મણિમેખલાની પ્રાર્થના પૂરી કરી. બધા ધર્મમતો પર ગંભીર વિચાર કર્યા પછી તે સાધ્વી એ નિર્ણય પર પહોંચી કે બૌદ્ધ-ધર્મ અધિક વ્યવહારસુલભ તથા શ્રેયસ્કર છે.
આ ગાથાના અંતે મણિમેખલા વિશે કવિએ લખ્યું છે, “જે વર્દ સમયમુન અરિષ્ઠ ” (પાંચ પ્રકારના સંપ્રદાયો કે મતોને પણ જાણી લીધા).” પરંતુ, ગાથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org