Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૫૦
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
શ્રેષ્ઠ જિનધર્મી જણાય છે; જ્યારે “કુરવ' (ભીલ જેવા પહાડી શિકારી લોકો) લોકો દ્વારા કરવામાં આવેલ “મુરુક (કાર્તિકેય)ની સ્તુતિ-ગાથાનો પ્રસંગ આવે છે, તો પ્રતીત થાય છે કે કવિ સ્વયં “મુરુકન્ના ઉપાસક છે. જ્યારે “વેડવરૂ’ (કાનનવાસી શિકારી) લોકો દ્વારા કરવામાં આવેલી કાલીદેવીની પૂજાનું વર્ણન આવે છે, તો સંદેહ થાય છે કે આ કવિ કાલીઉપાસક તો નથી ? અને, આ જ રીતે ગોવાળો દ્વારા ગોપાલ-કનૈયા (વિષ્ણુ)ની પૂજાના ઉપલક્ષ્યમાં કરવામાં આવેલાં “આચિયર્ કુરતૈ” (ગોવાળોનું ગાન સહિત સામૂહિક નૃત્ય)નું સજીવ વર્ણન વાંચીને પાઠક ચોક્કસ કવિવરને કોઈ વૈષ્ણવ ભક્તકવિ આળુવારનું પ્રતિરૂપ સમજશે. પ્રત્યેક ધર્મ તથા દેવતાના વર્ણનમાં કવિશ્રેષ્ઠ તત્તદૂ ધર્માવલંબી ભક્તોની શ્રદ્ધા તથા સહાનુભૂતિનું સજીવ દર્શન કરાવ્યું છે. આ પ્રાચીન મહાકાવ્યમાં એટલી ઉદાર ભાવનાનો સમાવેશ સાચે જ અસાધારણ મહત્ત્વની વાત છે. મંગલાચરણ
કાવ્યનો પ્રારંભ “તિંગળે પોદુમ્” (ચન્દ્રમાની વંદના કરીશું....)થી થાય છે. આ જ કાવ્યનું મંગલાચરણ છે. કવિ પ્રકૃતિપૂજક અથવા વિશિષ્ટ દેવતાપૂજક પણ નથી. કવિનો ઉદેશ તો ચોલનરેશ અને તેમની રાજધાની પુષ્પહારનગરીની પ્રશસ્તિ કરવાનો જ રહ્યો છે. પરવર્તી વ્યાખ્યાનકારોએ પણ એક સ્વરે કવિના આ જ આંતરિક ઉદેશનું સમર્થન કર્યું છે. કવિ એમ નહોતા ઈચ્છતા કે કોઈ પણ મતાવલંબીની એ ધારણા બને કે કવિ અમુક મત કે સંપ્રદાયના પોષક અને પ્રચારક છે. પાત્રોના વ્યક્તિત્વ તથા વિશેષતાઓનો નિર્વાહ તથા પ્રાસંગિક રૂપે જૈનધર્મના તત્ત્વોનું એટલી સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે તે અન્ય ધર્માનુયાયીઓ માટે અનુકરણીય ઉદાહરણ છે. “યત્ર નાર્યસ્તુ પૂષ્યન્ત રમત્તે તત્ર દેવતાનું જ વિશદ વર્ણન “શિલપ્પધિકારમ્'માં નથી થયું, પરંતુ એક નારી પોતાના સતીત્વબળે દેવી બની જાય છે અને દેશ-વિદેશમાં તેના માટે મંદિર ઊભા કરી દેવામાં આવે છે અને તેની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. કવિએ નારીના શીલ, તેની મર્યાદા, મહત્તા તથા શક્તિમત્તાનું ખૂબ જ પ્રભાવકારી વર્ણન કર્યું છે. સંઘકાળમાં તેનું સ્થાન
શિલપ્પધિકારમમાં જૈન ધર્મનાં તત્ત્વો સિવાય, તમિલના વિશિષ્ટ સંગીત, નૃત્ય અને રંગમંચ સંબંધી કેટલાંય અભુત તત્ત્વ વર્ણિત છે. એટલા માટે અધિકાંશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org