Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪૮
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
સમરાંગણમાં પરાજિત કર્યા. અને ચેંગટ્ટવન હિમાલયથી લાવેલી શિલાને ગંગામાં નવડાવી, તે પરાજિત રાજાઓના માથા પર લદાવી પોતાની રાજધાની પાછો ફર્યો. તેને મંદિરમાં વિધિવત્ પ્રતિષ્ઠિત કરી. તે સમયે કર્ણકિ દેવી સ્વયં પ્રગટ રૂપે આવિર્ભત થઈને ચેરનરેશને આશીર્વાદ આપે છે, પાચનરેશનો અપરાધ માફ કરી તેને પિતાતુલ્ય કહી તેની પ્રશંસા કરે છે. આ મહોત્સવમાં ભાગ લેનારાઓમાં સિંહલ (લંકા)ના તત્કાલીન રાજા કયવાહુ (ગજબાહુ) પણ હતા અને ઉત્તર ભારતથી બંદી બનાવીને લવાયેલ રાજા કનક અને વિજય બંનેને ચેરનરેશે મુક્ત કરી સમ્માન્ય મંત્રી બનાવી દીધા. શિલપ્પધિકારનું નામકરણ - આ મહાકાવ્યના ત્રણ પ્રતિપાદ્ય વિષય છે, (૧) પ્રત્યેક વ્યક્તિને પૂર્વજન્મના કર્મોનું ફળ અનિવાર્ય રૂપે ભોગવવું પડે છે. (૨) પતિવ્રતા સ્ત્રીની મનુષ્ય જ નહિ, દેવતા પણ પૂજા કરે છે. અને (૩) જે શાસક જનમંગલ-પ્રેરિત પ્રજાપાલનના પોતાના પવિત્ર કર્તવ્યથી અત થઈ જાય છે, તે વિનષ્ટ થઈ જાય છે.
આ જ ત્રણ મુદ્દાને આધારે આ કાવ્યની રચના થઈ છે. એક અબળા (સ્ત્રી) પાવિત્યની નિષ્ઠારૂપી દાવાનળમાં પોતાના જ્ઞાત-અજ્ઞાત દોષો સળગાવી તપ્ત સ્વચ્છ સ્વર્ણમૂર્તિ જેવી પ્રકાશિત થાય છે – આ પણ આ કાવ્યનો એક સંદેશ
આ ઉત્રેરક કથાની અંતર્મુખી ભાવનાઓ વસ્તુતઃ ઝાંઝરને માધ્યમ બનાવીને જ ધ્વનિત થાય છે. સતી કષ્ણકિ પોતાના શુભ વિવાહના અવસરે ઝાંઝર પહેરી લે છે અને જ્યારે પતિ કોવલનું તેની અવહેલના કરી નર્તકી માધવીના પ્રેમપાશમાં ફસાઈ જાય છે, ત્યારે તે ઝાંઝરોને પોતાના પગમાંથી કાઢી નાખે છે. માધવીથી રિસાઈને જ્યારે કોવલનું પાછો આવી ગયો, ત્યારે વ્યવસાય ચલાવવા માટે એક ઝાંઝર પેટીમાંથી કાઢી કણકિ પતિને સોંપી દે છે. પાવન સતીત્વચિહ્નનો આ જ વિલક્ષણ મહિમા હતો કે સતી કણકિના પગને અલંકૃત કરનારી વસ્તુ ક્યારેય વેચી નથી શકાતી અને તેને પય વસ્તુ બનાવવાનું પરિણામ ભયંકર હશે. અંતતઃ એ જ થયું. તેનું ફળ ન માત્ર કોવલનુને, પરંતુ સમસ્ત મદુરાવાસીઓને પણ ભોગવવું પડ્યું – પોતાના પ્રાણોની બલિ ચડાવીને ! તે ઝાંઝર અપહૃત કરનાર સોનીનો આખો વર્ગ જ આગમાં સળગી મર્યો અને તેના જ કારણે પાડ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org