Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪૬
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
પોતાના જન્મસ્થાન, પૂષ્પહાર નગરી છોડી પાડ્ય રાજધાની મદુરે તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં જૈન સાધ્વી કવૃત્તિ અડિગળુના દર્શન થયાં. તે સભ્ય તથા ગુણી દંપતિ પ્રત્યે જૈનસાધ્વીનો સ્નેહ સહેજે જ ઊભરાઈ આવ્યો અને તેમણે બંનેને જૈનધર્મના સિદ્ધાંતોનું વિશદ જ્ઞાન કરાવ્યું. તે સતી કણકિના સદાચરણ તથા ઉત્તમ વ્યક્તિત્વથી એટલી પ્રભાવિત થઈ કે તેને “કર્યુ કડવુળ (પાતિવયની દેવી) નામે વિભૂષિત કરવા લાગી. - ત્રણે મદુરા નગરી પહોંચ્યા. માર્ગમાં જ કોવલને પોતાની પ્રેયસી માધવીના પ્રેમની જાણકારી એક બ્રાહ્મણ દ્વારા મળે છે. મદુરા નગરીના સીમાવર્તી ગોવાળોની વસ્તીમાં, જૈનસાધ્વી કવૃત્તી અડિગળની વિનંતીથી, એક ગોવાળના અતિથિ બની કોવલનુ-કશ્મીકિ રોકાયા. કોવલનું પોતાની પત્ની પાસેથી એક ઝાંઝર લઈ તેને વેચવા માટે શહેરમાં ગયો અને રાજમાર્ગમાં એક દરબારી સ્વર્ણકાર સાથે તેનો ભેટો થયો. તે સ્વર્ણકાર ધૂર્ત અને ચોર હતો. તેણે પહેલાં જ મહારાણીનું એક ઝાંઝર સમારકામના બહાને હડપ કરી લીધું હતું. સંયોગવશ, આવા મોકા પર કોવલનું પોતાની પત્નીના ઝાંઝર સાથે તેના ચક્કરમાં ફસાઈ ગયો. ખાસ વાત એ હતી કે મહારાણીનું ઝાંઝર અને કોવલનું ઝાંઝર બંને એક જેવા દેખાતા હતા. એટલે ચાલાક સ્વર્ણકારને પોતાની ચાલ ચાલવાનો એક મોકો મળી ગયો. તે કોવલનુને એક સ્થાને બેસાડીને, તરત પાઠ્ય નરેશ પાસે પહોંચ્યો અને કોવલને મહારાણીના ઝાંઝરનો ચોર બતાવ્યો. તે સમયે પાડ્યનરેશ પ્રણયકલહને કારણે રિસાયેલી પોતાની રાણીને મનાવવા માટે જલ્દી જઈ રહ્યો હતો. એક તો કામોદ્રેકથી તેની મતિ અસંતુલિત હતી, અને બીજું મહારાણીની જ ફરિયાદ હતી. આથી તરત રાજાએ, “જો ચોર હાથોહાથ મળી જ ગયો હોય, તો તેને મારવા માટે લઈ જાઓ !” – એમ કહેવાને બદલે ક્રોધાવેશમાં એમ કહી દીધું કે “તે ચોરને મારીને આવો.”
રાજાની આજ્ઞા તરત જ અમલમાં મૂકવામાં આવી. આ દુઃખદ વૃત્તાંત કાનોકાન શહેરમાં ફેલાઈ ગયો. જ્યારે કણકિએ આ સાંભળ્યું, તો તે શોકવિહ્વળ થઈ મૂચ્છિત થઈ ગઈ. તે પતિવ્રતા એક તરફ પોતાના પ્રાણપ્રિય ભર્તાના અન્યાયપૂર્વક માર્યા જવાથી અસીમ દુ:ખી હતી, તો બીજી તરફ ગુણી પતિદેવ પર ચોરીનો મિથ્યા અપરાધ લાગવાનો તેને અસહ્ય સંતાપ પણ હતો. ક્રોધાવિષ્ટ કર્ણકિ મુક્તકેશિની બની સીધી પાડ્ય રાજાની સભામાં ગઈ અને તેને લલકારતી બોલી, “મારા પતિ દેવ નિર્દોષ છે. મારી પાસે તેનું પ્રમાણ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org