Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમ્-૧
૧૪૭
તરત કષ્ણકિએ પોતાના પતિ પાસેથી ઝૂંટવી લેવામાં આવેલું ઝાંઝર ભરી રાજસભામાં જોરથી પટકી દીધું. આશ્ચર્ય ! તે ટેલાં ઝાંઝરમાંથી ચમકતાં માણેક નીકળી ચારે તરફ વીખરાઈ પડ્યા. રાણીના ઝાંઝરમાં તો પાંડ્ય દેશના સંપત્તિ સ્રોત મોતી ભરેલાં હતા. હવે રહસ્ય ખૂલી ગયું અને પાંડ્ય રાજાને પોતાના નિકૃષ્ટ અન્યાયથી એટલું દુઃખ થયું કે તત્કાળ જ તેની હૃદયગતિ રોકાઈ ગઈ અને તે સિંહાસનથી નીચે પડી નિપ્રાણ થઈ ગયો. તેની દેવી પણ પતિવિયોગની જ્વાળાથી સળગી ત્યાં જ “સતી થઈ ગઈ. શોક તથા ક્રોધથી સંતપ્ત સતી કણકિનો હૃદયતાપ આનાથી પણ શાંત ન થયો. આવા ભ્રષ્ટાચારી વંચક સ્વર્ણકાર અને વાસનાને વશ થઈને ન્યાયતુલાથી વિચલિત બનેલ પાડ્ય નરેશની રાજધાનીને ભસ્મસાત્ કરી નાખવી એ જ કણકિને ઉચિત પ્રતીકાર લાગ્યો. તેણે પોતાના જમણું સ્તન મરોડી અલગ કર્યું અને રુધિરસિક્ત તે સ્તનમાંસને મદુરા નગરી પર ફેંક્યુ. રક્ત પડતાં જ સહસ્ત્ર જ્વાલાઓ સાથે ભીષણ દાવાનળે મદુરાને ઘેરી લીધું; અને પળવારમાં તે નગર અગ્નિ શિખાઓનો શિકાર બની ગયું. તે સમયે મદુરા નગરીની અધિષ્ઠાત્રી દેવી કણકિ સામે પ્રકટ થઈ બોલી, “આ બધી દુર્ઘટનાઓ પૂર્વ-જન્મકૃત કર્મનાં ફળ છે. આથી તું દુઃખી ન થા.” અને, તે જ દેવીના નિર્દેશાનુસાર કણકિ શાંત થઈને વૈમૈનદીના કિનારેથી પાંડ્યદેશ છોડી ચેરદેશ (કેરળ) તરફ પગપાળા જ ચાલી નીકળી. પંદરમા દિવસે ચેરદેશની સીમાવર્તી એક પહાડી પર “વેંગે વૃક્ષ નીચે પહોંચી. તે સમયે દેવપુરુષ રૂપે કોવલનું એક વિમાન પર આરૂઢ થઈ નીચે ઊતરી આવ્યો અને પોતાની સતી-સાધ્વી પત્ની કણકિને સાથે લઈ આકાશમાર્ગે ચાલ્યો ગયો. આ અભુત દૃશ્ય ત્યાંના “કુરવ' નામના પહાડી લોકોએ જોયું અને તરત જઈને ચેરનરેશ ચંગુઠ્ઠવન પાસે પોતાની નજરે જોયેલી ઘટનાનું વર્ણન કર્યું. ચેરનરેશ સતી કર્ણકિનો આખો વૃત્તાંત પોતાના મિત્ર તથા કવિવર ચારનાર પાસેથી સાંભળી ગદ્ગદ્ થઈ ગયો. શ્રદ્ધા-ભક્તિથી પ્રેરિત થઈ તેણે નિશ્ચય કર્યો કે હિમાલયમાંથી શિલા લાવીને સતી દેવી કણકિની મૂર્તિ બનાવવામાં આવે. આથી દળકટક સહિત ચેરરાજાએ ઉત્તર તરફ વિજયયાત્રા કરી અને માર્ગમાં સંઘર્ષ કરનાર ઉત્તર ભારતીય રાજાઓને પરાસ્ત કર્યા. મુખ્યત્વે કનક અને વિજય નામના બંને પ્રતિદ્વન્દીઓને “કુયિલાલુવમ્” (હિમાલયમાં એક સ્થાન) નામક પ્રદેશ પર
૧. વ્યાખ્યાકારે આ સ્થાન વિશે લખ્યું છે તે હિમાલય ઉપર આવેલ છે અને ત્યાં એક અર્ધનારીશ્વરનું - મંદિર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org