Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમુ-૧
૧૪૯
નરેશનું મૃત્યુ થયું, સાથે જ પતિ વિયોગથી તડપતી મહારાણી પણ મરી ગઈ. અંતે, સતી કર્ણકિ દેવી રૂપે પ્રસન્નતા સાથે ચેરનરેશ ગેંગુઠ્ઠવનને દર્શન આપે છે અને તે સમયે તેના પગને ઝાંઝર અલંકૃત કરે છે. આ રીતે ઝાંઝર આ કાવ્યની મુખ્ય ઘટનાઓ માટે કેન્દ્રવર્તી અવલંબન બની ગયું છે. આ જ કારણે આ મહાકાવ્યનું નામ “શિલમ્બને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલું કાવ્ય” અર્થમાં એ શિલપ્પધિકારમ્પડ્યું.
કવિનો સાંપ્રદાયિક પક્ષ કવિવર ઇલંગો અડિગળુ જૈન સાધુ હોવાનું માનવામાં આવે છે. કેટલાક લોકો તેમને શૈવ પણ માને છે. બંને માન્યતાઓના વિષયમાં પર્યાપ્ત પ્રમાણ ઉપલબ્ધ છે. તેમના મોટા ભાઈ ચેરનરેશ ચંગુઠ્ઠવનું શિવભક્ત હતા. આથી પરંપરાથી તેઓ પણ શૈવમતાવલંબી હોઈ શકે છે. પરંતુ કાવ્યવર્ણનમાં જૈન ધર્મની જેટલી પ્રમુખતા છે તેટલી અન્ય મતોની નથી. કાવ્યનો ચરિત નાયક કોવલનું અને તેની પત્ની કણક બંને જૈન ધર્મના અનુયાયી હતા. તેમની માર્ગદર્શિકા તથા ઉપદેશિકા કવુત્તિ અડિગળ જૈન સાધ્વી જ હતી. આ સાધ્વીના મુખેથી જ નહિ, જૈન કાવ્યની પદ્ધતિ અનુસાર, બે ચારણો, ઋદ્ધિધારી (ગગનચારી) સાધુઓ દ્વારા પણ જૈન ધર્મનું વિશદ વર્ણન કવિએ કરાવ્યું છે. આથી આ “શિલપ્પધિકારમુ”ને જૈન કાવ્ય માનવું જ સંગત થશે.
કવિ ઈબંગો અડિગળુની વિશેષતા એ જ છે કે તેમણે તટસ્થ તથા સમાદર ભાવે તે કાળમાં પ્રચલિત તથા પ્રખ્યાત સમસ્ત ધર્મોનું પ્રામાણિક તથા સુંદર વર્ણન કર્યું છે. આ જ રીતે તેમના કાવ્યપાત્રો પણ પોતપોતાના ધર્મ, ગુણ તથા વ્યક્તિત્વની અભિવ્યક્તિમાં સહજ-સ્વાભાવિક છે, સંપૂર્ણ છે.
આ જ કારણ છે કે કોઈ પણ સમીક્ષક અથવા અન્વેષક ઇલંગો અડિગળુને કોઈ વિશિષ્ટ સંપ્રદાયના પક્ષપાતી સાબિત નથી કરી શકતા. જોકે તેઓ જૈન ધર્માનુયાયી હતા, તો પણ તેમણે વૈષ્ણવ તથા શૈવ મતનું વર્ણન એટલી ઉત્તમ રીતે કર્યું છે કે પાઠક તેમની સર્વધર્મસમભાવ કે સમન્વયદષ્ટિનો આદર કર્યા વગર નથી રહી શકતો. જ્યારે શ્રમણધર્મ (જૈન ધર્મ)નું વર્ણન કરે છે, ત્યારે કવિ સ્વય
૧. તામિલમાં ‘શિલમ્બનો અર્થ છે ઝાંઝર, અને સંધિ-નિયમ પ્રમાણે શિલબુ + અધિકારમ્ =
શિલપ્પાધિકારમ્’ બન્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org