Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
જૈનાચાર્યોએ સાધારણ રીતે ધાર્મિક અને નૈતિક તત્ત્વોના પ્રચાર માટે આવી બોધક લઘુકથાઓની રચના કરી હતી. દેશ, કાળ, પરિસ્થિતિ વગેરે સાથે અનુકૂળ પરંપરાગત કથાઓમાં થોડું-ઘણું પરિવર્તન પણ તેઓ કરી નાખતા હતા. આવી પ્રાચીન અને નવીન કથાઓ જૈનાચાર્યો દ્વારા જ તામિલને મળી, જે પદ્ય અને ગદ્ય બંને રૂપે રચવામાં આવી હતી. દુઃખની વાત છે કે હજી સુધી કેટલાય ગદ્યાત્મક નીતિ-ગ્રંથો મુદ્રિત નથી થયા અને તે તાડપત્રો રૂપે સુરક્ષિત છે.
૧૪૪
‘મણિપ્રવાલ’ શૈલી (તામિલ-સંસ્કૃત મિશ્રિત શૈલી)ના પ્રવર્તનમાં જૈનાચાર્યોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. આ વાતનો ઉલ્લેખ શૈવ ‘તેવારમ્’માં આ મુજબ મળે છે કે ‘જૈનોએ શુદ્ધ મધુર તામિલ (ચૅન્તમિળૂ)નું પ્રયોજન ન જાણ્યું.’ મતલબ એ થઈ શકે છે કે સંસ્કૃતને આવશ્યકતાથી અધિક ભેળવીને તામિલના વિશિષ્ટ તથા સ્વતંત્ર સ્વરૂપને કલુષિત કરી નાખવામાં આવ્યું.
જે પણ હોય, કલલ્મોના શાસન-કાળમાં જ્યારે સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓના આધિક્યથી તામિલની દુર્ગતિ થઈ, ત્યારે જૈનાચાર્યોએ જ પોતાની સાહિત્યસેવા તથા ધર્મપ્રચાર દ્વારા તામિલની રક્ષા કરી હતી. તેમણે પોતાના ધાર્મિક પ્રચારનું માધ્યમ બનાવી તામિલ ભાષાને; આ જ કારણે ભાષા તથા ધર્મ બંનેનો સાથેસાથે વિકાસ તથા પ્રસાર થતો ગયો.
જૈનાચાર્યોના વિશુદ્ધ તામિલપ્રેમનું એક જ્વલંત ઉદાહરણ છે ‘તિરુનાથ કુન્દ્રમ્’ (શ્રીનાથ ગિરિ)નો શિલાલેખ. આ શિલાલેખ તમિલના પ્રાચીનતમ અભિલેખોમાંનો છે. આમાં ઉત્કીર્ણ તામિલ પંક્તિઓ છે – “ોંપવેવ્ઝ ચૈનમ્ નોટુ વંતિ નંતિ સાવિત્િ નિીતિઐ અર્થાત્ સત્તાવન જૈન સાધુઓની પરિચર્યા કે આરાધના (સેવા) કરનાર ચન્દ્રનન્દી આચાર્યની નિચીતિકા (?)”.
-
.......
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org