Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ધર્મગ્રંથ
આ સિવાય ઉધાર ન લેવું તે પણ ધર્માચરણ માનવામાં આવ્યું. ‘ડમુન્ડુ વામ ાઽતિનિવે” (ઋણી ન બનીને જીવવું જ હિતકર છે) – ‘ઇનિય નાર્પદુ’. સંસ્કૃત પ્રભાવ
‘પતિનાથ્ કીન્ કણક્કુ’ સંગ્રહના ગ્રંથોમાં સંસ્કૃતના સ્મૃતિ તથા નીતિગ્રંથોનો પ્રભાવ પણ પર્યાપ્ત રૂપે જોવા મળે છે. આ સંગ્રહના એક ગ્રંથ ‘આચાર કોવૈ’ના રચિયતા પવડિયલ્ મુળિ વિશે એક પદ્યાંશ બતાવે છે કે જૂના ગ્રંથો તથા આચાર્યો દ્વારા પ્રાપ્ત કરેલા સદાચારોને સંગૃહીત કરી સુબોધ ભાષામાં ઉક્ત વિદ્વાને આ ગ્રંથ લખ્યો. પ્રચલિત જન-પ્રથાઓનું વર્ણન પણ આમાં છે. ઉદાહરણાર્થ, ભોજન શરૂ કરતાં પહેલાં હથેળી પર પાણી લઈને ‘પરિષેચન' (થાળી કે પતરાળીની ફરતી મંડલાકાર જલરેખા બનાવવી) કરવું વગેરે દૈનંદિન આચાર-પ્રથાઓ વર્ણિત છે. સંસ્કૃતના આચારગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે વગર પરિષચન કરે ખાવાથી, ભોજન અપવિત્ર જ નથી થતું, બલ્કે ભૂત-પિશાચાદિ તેના પોષક તત્ત્વો લઈ જાય છે. પરંતુ તામિલના ‘આચારકોવૈ'માં બતાવવામાં આવ્યું છે, “સ્નાન કર્યા વિના, પગ ધોયા વિના અને પરિષેચન કર્યા વિના ખાવાથી પણ એટલું પાપ નથી, જેટલું માત્ર કોગળા સુદ્ધાં ન કરીને ખાવાથી લાગે છે” તેનાથી ઉક્ત ગ્રંથકર્તાનો આશય એ જણાય છે કે માત્ર કોગળાં કરી ભોજન કરવું પણ માન્ય આચાર જ હશે. આથી કેટલાક સ્મૃતિ તથા આચાર ગ્રંથોની પહેલાં જ આની રચના થઈ ગઈ હશે, એવું લાગે છે.
દાયભાગના જે નિયમો સ્મૃતિગ્રંથોમાં વર્ણિત છે, તેને જૈનાચાર્યોએ પોતાના આવા લઘુગ્રંથો દ્વારા અનુકરણીય બતાવ્યા છે. આ નિયમો દક્ષિણ માટે કદાચ જૈનાચાર્યો દ્વારા જ સંસ્કૃતમાં લાવવામાં આવેલ જણાય છે. જૈનાચાર્ય કવિ મેધાવિયારે પોતાના ગ્રંથ ‘એલાદિ’માં દાયભાગ વિશે જે નિયમ બતાવ્યો છે, તેનું પદ્ય આ છે
૧. ઔરસ (પુત્ર), ૪. ગઢપુત્ર,
Jain Education International
'माण्डवर् माण्ड अरिविनाल् मक्कळैप् पूण्डवर् पोट्रि पुरक्कुंगाल - पूण्ड औरसने' कोत्तिरचन् कानीनन् कूटन् • किरितन् पौनर्पवन् पेर्
૨. ગોત્રજ, ૫. ક્રીતપુત્ર,
૧૪૧
૩. કાનીન,
૬. પુનર્ભવિક.
For Private & Personal Use Only
www.jainelibrary.org