Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ધર્મગ્રંથ
૧૩૭
સદીના પેરુપિડુક પુત્તરૈયરનું જ નામ પેરુમુત્તરૈયર હોવું જોઈએ. સાતમી સદીના મધ્યવર્તીકાલમાં પલ્લવનરેશ પરમેશ્વર પલ્લવની ઉપાધિ ‘પેરુપિકુ’ હતી. આથી સાબિત થાય છે કે સામંત પેરુમુત્તરૈયર પરમેશ્વર પલ્લવનો સમર્થક રાજા હતો અને ‘નાલડિયાર’ ગ્રંથનું સંકલન સાતમી સદીમાં જ થયું હતું.
જોકે આ ગ્રંથનું સંકલન સાતમી સદીમાં થયું હતું, છતાંપણ રચનાકાળ તેની પહેલાંનો હતો. તેના કેટલાય પદ્ય ‘આડૂઉ મુન્નિલૈ' (પુરુષ સંબોધક) અને ‘મકઉ મુન્નિâ' (સ્ત્રી સંબોધક)ની પ્રાચીન પદ્ધતિમાં રચવામાં આવ્યા છે. ‘કાનકનાડન્’ (કાનનદેશીય), ‘મલૈનાડન્' (પર્વત પ્રદેશીય), ‘કડકરૈ ચેપ્પન્' (સમુદ્રતટ દેશીય) વગેરે નરેશોનાં નામ આ પદ્યોમાં ઉપલબ્ધ છે, પરંતુ એ જ્ઞાત નથી કે આ રાજાઓ ક્યા કાળ અને રાજ્યના હતા. ભાષા અને શૈલીની દૃષ્ટિએ ‘નાડિયાર’નાં પઘ ‘તિરુક્કર’ની પછી રચાયેલાં પ્રતીત થાય છે.
પષ્ફિળ નાનૂ
‘પશ્િળ નાનૂરુ’ (ચારસો ધાર્મિક લોકોક્તિઓનો પદ્યાત્મક ગ્રંથ) પણ જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરનારી કૃતિ છે. તેના રચિયતા હતા જૈનાચાર્ય મુન્ત્રૈ અરૈયનાર. મુન્ત્રૈ પારૢ દેશના એક સ્થાનનું નામ છે. તે સ્થાનના નિવાસી હોવાને કારણે તેમણે પોતાના નામની સાથે ‘મુન્ત્રૈ' જોડી દીધું હશે.
આ ‘પણ્મૉળિ નાનૂરુ' ગ્રંથનું મંગલાચરણ અર્હત્ ભગવાનની સ્તુતિ રૂપે છે. આમાં કેટલાય સુવિખ્યાત સંઘકાલીન મહારાજાઓની પ્રશંસા કરવામાં આવી છે. આથી આ ગ્રંથ નિશ્ચિત રૂપે સંઘકાલ પછી જ રચિત છે.
આ ગ્રંથની વિશેષતા એ છે કે તમિલનાડુમાં પ્રચલિત લોકોક્તિઓને અંતિમ ચરણ રૂપે રાખીને, પૌરાણિક કથાઓ તથા ધાર્મિક તત્ત્વો દ્વારા લોકોક્તિની નિધિની મહત્તા સ્પષ્ટ કરવામાં આવી છે. વસુધૈવ કુટુંબકમ્, સર્વજનહિતાય, સર્વજનસુખાય – વગેરે ઉદાત્ત ભાવનાઓ આચાર્ય મુન્ત્રૈ અરૈયનારના પ્રત્યેક પદ્યમાં ઝલકે છે. આ ગ્રંથની શૈલીથી પ્રકટ થાય છે કે આ રચના ‘નાડિયાર' સંગ્રહનાં પદ્યોથી પણ પૂર્વવર્તી છે. ‘નાલડિયાર’ના પઘોની અપેક્ષાએ આ ગ્રંથની શૈલી સશક્ત તથા ગંભીર પ્રતીત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org