Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૩૬
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
હતા. તેને જૈનસંપ્રદાયનો સ્મૃતિ-ગ્રંથ કહી શકાય. આ ગ્રંથ વિશે એક અનુશ્રુતિ પ્રચલિત છે –
“એક સમયે પાંડ્ય દેશમાં ભારે દુકાળ પડ્યો. તે સમયે ત્યાં હજારો જૈનાચાર્યો રહેતા હતા. દુકાળની ભીષણતા જ્યારે અસહ્ય થઈ ગઈ, ત્યારે જૈનાચાર્યોએ ઉપહારસ્વરૂપ એક-એક પદ્ય રચીને પાંડ્યનરેશને અર્પણ કરી, ત્યાંથી પ્રસ્થાન કર્યું. આ પદ્યોમાંથી ઘણાંબધા પદ્ય તો વિનષ્ટ થઈ ગયા હતા. બાકી બચેલ ચારસો પદ્યોનો સંગ્રહ જ, પછીથી “નાલડિ નાગૂર' કે 'નાલડિયાર' નામે પ્રસિદ્ધ થયો.”
આ સંગ્રહની મધુરિમાથી મુગ્ધ થઈને પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન્ ડૉ. પોપે તે સંગ્રહના કેટલાય ગીતોનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. આ ગ્રંથ તિરકારળની જેમ વિષયવિભાજનના આધારે અધિકારો (અધ્યાયો)માં વર્ગીકૃત નથી. તેમાં કેટલાય અદ્દભુત તત્ત્વોનું માર્મિક વર્ણન છે. આવા સરળ, સુબોધ તથા અચૂક પ્રભાવપૂર્ણ સુંદર નીતિપદ્ય અન્યત્ર ભાગ્યે જ મળે. કેટલાય પદ્યોમાં સંસ્કૃતના નીતિશ્લોકોનું ભાવાવતરણ અવશ્ય થયું છે, છતાંપણ તેમાં તમિલ વાણીની સહજ મધુરિમા તથા વિશિષ્ટ અભિવ્યંજના ચોક્કસ ભરેલી છે.
નાલડિયાર' સંગ્રહમાં જૈનધર્મના જીવનસંબંધી તથા જનમંગલકારી અધિકાંશ મૂલ તત્ત્વો છે, જે ખૂબ માર્મિક શૈલીમાં લખેલાં છે. પદ્મનાર્ નામક જૈનાચાર્યે આ ચારસો પદ્યોનું સંકલન કર્યું અને તે પદ્યોને અધિકારો (અધ્યાયો)માં વિભક્ત કર્યા. તેમણે જ આ સંગ્રહની સુંદર તથા વિશદ વ્યાખ્યા પણ તામિલમાં કરી. કાલ-નિર્ણય
“નાલડિયાર' સંગ્રહમાં “મુત્તરેય’ નામક સામંત રાજાઓનો ઉલ્લેખ મળે છે. મુત્તરૈય’ ત્રણે રાજાઓ (પાઠ્ય, ચોલ અને પલ્લવ)ના સામંતોનું નામ હોવાનું જણાય છે. “તરૈયર' જ સામંત કે નાના રાજાનું ઉપાધિનામ હતું. પલ્લવ તરૈયર પાડ્ય તરૈયર વગેરે નામો ઈતિહાસમાં મળે છે. આ સામંતોએ સાતમી સદીમાં પલ્લવ મહારાજાઓની સહાયતા કરી ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી. તે પાંડ્ય દેશના તંજાવૂરને પોતાની રાજધાની બનાવી શાસન કરતા હતા.
નાલડિયાર'ના સંકલનકર્તા આચાર્ય પદુમનારે પોતાના સમકાલીન પેરુમુત્તરેયર નામક સામંતનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક ઈતિહાસવેત્તાઓનું કહેવું છે કે સાતમી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org