Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ધર્મગ્રંથ
૧૩૫
શૈવસંત સાહિત્ય “તૈયારના સમયમાં (ઈ.ત્રીજી સદીથી સાતમી સુધી) આત” શબ્દ અણપઢ, મૂર્ખ અને આંધળાના અર્થમાં વ્યવહત થતો હતો. પરંતુ ઉક્ત સમુચ્ચયના એક ગ્રંથ “તિરુકડુકમના રયચિતાનું નામ “નલ્લાતના” (ઉત્તમ આતનું) છે. આથી એ સ્પષ્ટ છે કે “તૈયારમ્'ના સમયની પહેલાં જ ઉક્ત ગ્રંથનું પ્રણયન તથા પ્રસાર થઈ ગયો હતો. “આતનું” શબ્દના બીજા પ્રાચીન અર્થ છે – અહંત ભગવાન, તેમનો ભક્ત, પ્રાણ અને ગુરુ. આથી આ અર્થોમાંથી કોઈ એક ઉપયુક્ત અર્થના આધારે જ, તે “નલ્લાતનારૂ’ (ઉત્તમ ગુરુ કે પ્રાણ અથવા ઉત્તમ અહંત-ભક્ત) નામ પાડવામાં આવ્યું હશે. એટલા માટે તે “નલ્લાતનારૂના તિરિકડુકમ્' ગ્રંથને પણ ત્રીજી સદીની પહેલાંનો માનવો ઉચિત થશે. તે નામથી જ પ્રતીત થાય છે કે નલ્લાતનારૂ' એક જૈનાચાર્ય હતા. તે ઉપરાંત છંદ, વર્ણનશૈલી, ભાષાનું ગઠન વગેરેથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે “મુદુ મોળિ કાંચિ', “કળવળિ નાર્પદુ અને “તિરક્રુર” આ ત્રણે ગ્રંથોને છોડીને અન્ય બધા ગ્રંથો સંઘકાલના પરવર્તી જ હોવા જોઈએ.
આમાં અધિકાંશ ગ્રંથ જેમના રચયિતા જૈનાચાર્ય હતા, સંઘકાલીન માનવામાં આવે છે. તેની પુષ્ટિ એક પ્રાચીન પદ્ય વડે થાય છે. તેનું તાત્પર્ય સંભવતઃ આચાર્ય વજનંદી દ્વારા સ્થાપિત તથા સંચાલિત દ્રાવિડ સંઘ હોઈ શકે છે. આ સંઘ ઈ.૪૭૦માં મદુરા (મદુર) નગરીમાં જૈનાચાર્યોના તત્ત્વાવધાનમાં પ્રતિષ્ઠાપિત થઈને પોતાના સંપ્રદાયની સાથે, તામિલ ભાષા-સાહિત્યની શ્રીવૃદ્ધિમાં સક્રિય હતો.
આ અઢાર લઘુ ગ્રંથોના અધિકાંશ રચયિતા મદુરા અથવા પાઠ્ય દેશના નિવાસી હતા. આ વાતનો આધાર એ છે કે તે તે આચાર્યોના નામોની સાથે
સ્થાન વાચકશબ્દ જોડાયેલા છે. ઉદાહરણાર્થ, મદુરે તમિલાશિરિયર મકનારૂ, (તામિલ આચાર્યના પુત્ર) પૂતચેન્દનાર, મ. ત. મકના પૂતચેદનાના શિષ્ય કારિયાશાનું અને કણિ મેદૈયાર, મદુરે કચ્છડુ કૂત્તના, મદુરે કૂડર કિના, પારોકg (પાયિ દેશનો એક ભાગ) પુલંકાડનાર, મારનું પૉરયનારુ વગેરે.
નલડિ નાગૂરુ અને પળમૉળિ નાગૂરુ નાલડિ નાનૂર’નો અર્થ છે ચાર ચરણવાળા ચારસો છંદ. આને “નાલડિયાર' પણ કહે છે. તે ચારસો છંદોનો ઉત્તમ સંગ્રહ છે, જેના રચયિતા અનેક જૈનાચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org