Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૯૦
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
છે. પ્રારંભના ચાર અધ્યાયોમાં કવિએ પ્રાય: સંસ્કૃત છંદો સંબંધે જ લખ્યું છે. પરંતુ અંતિમ અધ્યાયમાં અન્ય કન્નડ ગ્રંથોમાં અનુપલબ્ધ કન્નડ છંદોના પ્રાણભૂત છંદ ધ્રુવ, ભટ્ટ, ત્રિપુટ, રૂપક, જેપક, અષ્ટ અને એક આદિતાલ પ્રતિપાદિત છે. આ જ રીતે દ્વિપદિ, ત્રિપદિ, લાવણિ વગેરેનાં સુંદર લક્ષ્ય તથા લક્ષણ પણ આપવામાં આવ્યા છે. ગ્રંથનો અંતિમ અધ્યાય વૈશિસ્ત્રપૂર્ણ છે. આ લઘુકાય છંદોગ્રંથ છંદશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે વિશેષ ઉપયોગી છે.
લગભગ ઈ.સ.૧૩મી શતાબ્દીમાં જીવિત કવિ રટ્ટનો “ઠ્ઠમત' નામક એક જૈન જ્યોતિષ ગ્રંથ પણ મળે છે. તે ૮૧૮ વિવિધ છંદોમાં રચિત, ૧૨ અધ્યાયોનો એક બૃહદ્ ગ્રંથ છે. વસ્તુતઃ “ટ્ટ' કવિની ઉપાધિ છે. તેમનું વાસ્તવિક નામ બીજું જ હશે. આ કૃતિમાં માત્ર વર્ષાના લક્ષણ વિશેષ રૂપે પ્રતિપાદિત છે. વર્ષા, પાક વગેરે કૃષિ સાથે સંબદ્ધ વિષય આમાં સુંદર ઢંગથી વિસ્તારપૂર્વક વર્ણિત છે. ખેડૂતો માટે આ ગ્રંથ વિશેષ ઉપયોગી છે. જ્યોતિષશાસ્ત્ર તથા પોતાના અનુભવના આધારે કવિએ પોતાના આ ગ્રંથમાં ખેડૂતોને લાભપ્રદ અનેક ઉપયુક્ત વિષયોની ચર્ચા કરી છે. તેમાં જમીનમાંથી પાણીને શોધી કાઢવું, અશુદ્ધ પાણી શુદ્ધ કરવું વગેરે વિષયોનું વિધાન પણ નિરૂપિત છે.
૧૬મી શતાબ્દીના અન્ય જૈન કાવ્ય લેખકોમાં “વિજયકુમારિક'ના રચયિતા શ્રુતકીર્તિ, “ચન્દ્રપ્રભષટ્રપદિ'ના રચયિતા દોડુણાંક, શૃંગારપ્રધાન “સુકુમારચરિત'ના રચયિતા પારસ અને “વજકુમારચરિતે'ના રચયિતા બ્રહ્મ કવિ મુખ્ય છે. ઈ.સ.૧૬૦૦માં દેવોત્તમે “નાનાર્થરત્નાકર' નામે અને શૃંગાર કવિએ કર્ણાટકસંજીવન' નામે બે નિઘંટુઓની પણ રચના કરી છે. કવિ શાંતરસે યોગશાસ્ત્રવિષયક “યોગ રત્નાકર” નામક એક સુંદર યોગશાસ્ત્ર પણ લખ્યું છે.
સંભવતઃ ૧૭મી શતાબ્દી પછી જૈન કવિઓ રચનાથી સર્વથા વિમુખ થઈ ગયા. સંખ્યામાં જ નહિ, સારસ્વત સંપદામાં પણ આ કાળ જૈનોની અવનતિનો કાળ છે. આ કાળમાં જૈન કવિઓની સંખ્યા માત્ર ૨૫-૩૦ જ રહી. આમાં પણ સાહિત્યની દૃષ્ટિએ ઉલ્લેખનીય કવિ માત્ર ૫-૬ જ છે. ઉલ્લેખા કેટલાક કવિઓનો પરિચય નીચે પ્રમાણે છે : ભટ્ટાકલંક
તેમણે “કર્ણાટકશબ્દાનુશાસન'ની રચના કરી છે. તેમનો સમય ઈ.સ. ૧૬૦૪ છે. કવિ દેવચક્કે તેમની ખૂબ પ્રશંસા કરી છે. કેટલાક શિલાલેખોમાં પણ તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેમાં સંદેહ નથી કે ભટ્ટાકલંક સાચેજ તે પ્રશંસાના પાત્ર છે. તેઓ પ્રસિદ્ધ વૈયાકરણ નાગવર્મ (દ્વિતીય) અને કેશિરાજથી ચઢિયાતા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org