Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
જૈન ધર્મ અને તામિલ દેશ
આવા અનેક જૈનોનો નિર્દેશ ‘તેવા૨મ્’ વગેરે શૈવ સંત સાહિત્ય અને શિલાલેખોમાં છે. આ જૈનસંઘ તામિલની શ્રીવૃદ્ધિમાં સદા તત્પર રહ્યો છે, આથી તેને પણ ‘મિશ્ સંઘમ્'ના નામે ગૌરવાન્વિત કરવો ઉચિત જ થશે.
તિરુક્કુરબ્
શૈવ સંત સાહિત્ય તેવારના સમય (ઈ.સાતમી સદી) સુધી જૈનધર્મ તામિલનાડુમાં પોતાનાં મૂળ જમાવી ચૂક્યો હતો. તેની સાથે જ તામિલ સાહિત્યમાં પણ કેટલાય નવીન પ્રયોગ થવા લાગ્યા. ‘અકવત્ પા' નામક છંદ વિશેષ જ અધિકાંશ સંઘકાલીન રચનાઓ માટે વપરાતો હતો. તેનું સ્વરમાધુર્ય ઉપદેશને જ મુખ્ય માનનાર જૈન રચનાકારો માટે અનપેક્ષિત હોવાથી, તેમણે પોતાના ઉદ્દેશ્ય માટે ઉપયુક્ત ‘વેલ્ પા’ નામક છંદમાં જ કાવ્યરચના શરૂ કરી. જોકે સંઘપદ્યોમાં આ છંદ અહીં-તહીં પ્રયુક્ત થયો છે, તો પણ તેનું અધિક પ્રચલન સંઘકાલના અવસાનમાં કે ‘તેવારમ્’ વગેરે ભક્તિ સાહિત્યના કાળમાં જ થયું હતું. તિરુક્કુરળ અને સંઘગ્રંથ
આ પરિવર્તનનું માર્ગર્શન તિરુક્કુરળે જ કર્યું હતું. તિરુક્કુરના રચિયતા સ્વનામધન્ય મહર્ષિ તિરુવલ્લુવરના કેટલાય આશય સંઘગ્રંથોમાં પણ ઉપલબ્ધ છે. ઉદાહરણસ્વરૂપ, ‘નૅવિ જૉડ્રોળું થ્વિ ફ્લેન....’ આ સંઘ પદ્ય (‘પુરનારુ’નો પઘાંશ); તિરુકુરનો આ કુરણ્ અંશ ‘ઉવિલ્લે ચૅયુનન્દ્રિ કોણૢ મક્કર્યુ (કૃતઘ્નોની ઉન્નતિ સર્વથા અસંભવિત છે) સરળ વ્યાખ્યા જેવા જણાય છે. આ જ રીતે કપિલર્ નઍ॰યાર્ વગેરે સંઘકાલીન કવિઓના પદ્યોમાં પણ તિરુક્કુરન્ના ભાવ મળે છે.
-
Jain Education International
૧૨૩
—
તિરુવળ્વમાટે
આ ગ્રંથ તિરુિક્કુરની પ્રશંસામાં રચવામાં આવેલા પદ્યોનો સંગ્રહ છે. આ પઘોના રચિયતા સંઘકાલીન કવિ હોવાનું બતાવવામાં આવે છે. પરંતુ તે ભ્રમમૂલક તથા સાંભળી સંભળાવેલી વાત છે. બારમી સદીના જૈનાચાર્ય નેમિનાથર્ના ‘નેમિનાથપ્’ નામક તામિલ વ્યાકરણ ગ્રંથની સમકાલીન વ્યાખ્યામાં ઉક્ત ‘તિરુવoવમાલૈ’નું એક પદ્ય ઉદ્ભુત છે. આ જ રીતે ‘ક્લાડમ્’ નામક ભક્તિગ્રંથમાં પણ તે ‘માલૈ'નું એક પદ્ય ઉષ્કૃત છે. સંઘકાલમાં હિન્દુ પૌરાણિક કથાઓના
For Private & Personal Use Only
www.jainelibrary.org