Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૨૬
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
તિરુવળ્વર અને જૈનધર્મ
તિરુવલ્બુવરને લાંબા સમયથી જૈન લેખક સાબિત કરવાનો પ્રયાસ ચાલ્યો આવે છે. તેમના નામોમાં એક ‘દેવ' છે, જે જૈન વાચી માનવામાં આવે છે અને ‘નાયનાર’નું જે ઉપાધિ-પદ તિરુવળ્વરને પછીથી પ્રાપ્ત થયું, તે પણ માત્ર જૈન પરંપરામાં, વિશેષપણે દક્ષિણમાં, સુપ્રચલિત નામ છે. પરંતુ તિરુમાળિયૈ દેવર્, તિરુનીલકંઠ નાયનાર વગેરે શૈવસંતોનાં નામ પણ પૂર્વોક્ત-પદો સાથે મળે છે. તે ઉપાધિપદો મધ્ય કાળમાં અન્ય ધર્માવલંબીઓ સાથે પણ પ્રયુક્ત થવા લાગ્યા. ‘નીલકેશી’ નામક તામિલ જૈન ગ્રંથના વ્યાખ્યાતા શમણ (શ્રમણ) દિવાકર મુનિવરે તિરુક્ષુરને ‘એમદુ ઓત્તુ’ (અમારો ગ્રંથ) બતાવ્યો છે. પરંતુ અહીં એ ન ભૂલવું જોઈએ કે તિરુક્કુરને બધા લોકો ‘પૉદુ મરૈ’ (સામાન્ય વેદ) કહેતા-માનતા આવ્યા છે.
આચાર્ય તિરુવળુવરે પોતાના ગ્રંથમાં જન-જીવન બધા પાસાઓમાં સમુન્નત તથા સુસંપન્ન બનાવનાર ઉપાદેય વાતો સૂત્ર-શૈલીમાં નિબદ્ધ કરી છે. તેમની જનમંગલપ્રેરિત વિરાટ ભાવનાની એ વિશેષતા છે કે તેમના વેતુલ્ય અમર ગ્રંથ તિરુક્ષુરમાં બધા ધર્માવલંબીઓના સર્વજનહિતકારી ઉપદેશ સ્થાન પામ્યા છે. સંભવતઃ આ જ કારણે, તે ગ્રંથને પ્રત્યેક મતાવલંબી પોતાનો કહેવામાં ગૌરવનો અનુભવ કરે છે. તે વાત તો નિશ્ચિત છે કે જૈન તથા બૌદ્ધ ધર્મોએ સર્વભૂત દયા તથા અહિંસાનો જે વિચાર આપ્યો, તેના આધારે, સદાચારથી વિચલિત ન થતાં સાધારણ મનુષ્ય પણ ગાર્હસ્થ્ય સંન્યાસ, સામુદાયિક જીવન, રાજ્ય-શાસન તથા પ્રેમમાર્ગ – કોઈના પણ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકે છે; આ સિદ્ધાંતને કાવ્યમય રીતે જ નહિ, ઉત્તમ શાસ્ત્રીય રીતિથી પણ અભિવ્યક્ત કરનાર સર્વદર્શનસમ્માન્ય પૂજ્ય ગ્રંથ તિરુપ્ફુરત્ને છોડીને બીજો કોઈ હોઈ શકે નહિ. આ ગ્રંથ ‘અર’ (ધર્મ), ‘પૉરુશ્’ (અર્થ) અને ‘ઇસ્બમ્’ (કામ) આ ત્રણ અધ્યાયોમાં વિભક્ત
-
છે.
Jain Education International
-
-
તિરુપ્ફુરત્ને જૈન ગ્રંથ સાબિત કરવા માટે આપવામાં આવતાં પ્રમાણોમાં આ પણ એક છે – ‘જેમ, તૉલકાપ્પિયમ્ના પ્રારંભની ઈશ્વરવંદનામાં પ્રયુક્ત વિનૈયિન્ નીંગિ વિનંગિય અવિન્' (કર્મબંધથી મુક્ત તથા ઉજ્જવલ જ્ઞાનવાન) મંગલાચરણ અર્હત્ ભગવાનનો નિર્દેશ કરે છે, તે જ રીતે તિરુક્કરના છઠ્ઠા ‘કુર’ (પદ્ય)માં વર્ણિત ‘પારિવાયિલ્ ઐન્દ્રવિજ્ઞાન્' (પંચઈન્દ્રિય-સુખો ૫૨ વિજય મેળવનાર
For Private & Personal Use Only
www.jainelibrary.org