Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પપદિ અને સાંગત્યયુગ
૮૯
ધર્મચન્દ્ર અને ગુરુ શ્રુતકીર્તિ છે. સાલ્વ ૧૬મી શતાબ્દીના મધ્ય કે ઉત્તર ભાગમાં થયા હશે. સાલ્વના “ભારત'ને નેમીશ્વરચરિતે પણ કહે છે. અન્ય જૈને ભારતોની જેમ અહીં પણ હરિવંશ-કુરુવંશની કથા આપવામાં આવી છે. આ એક ધાર્મિક ગ્રંથ છે. કવિ સાલ્વ એક વિદ્વાન કવિ છે. તેમનું કાવ્ય મધ્યમ કક્ષાનું છે. કવિનો રસરત્નાકર નામક એક અલંકારશાસ્ત્રીય ગ્રંથ પણ છે. તેમાં ચાર આશ્વાસ છે. સાલ્વે આ કૃતિની રચનામાં અમૃતાનંદી, રૂદ્રભટ્ટ, હેમચન્દ્ર, નાગવર્મ વગેરે કવિઓના ગ્રંથોમાંથી સહાયતા લીધી છે. તેમાં સંદેહ નથી કે આ ગ્રંથ વિસ્તારથી લખવામાં આવ્યો છે. તે વાત કવિએ સ્વયં કહી છે. જોકે કવિએ બધા નવે રસોનું વર્ણન કર્યું છે. તથાપિ તેને શૃંગારરસ અધિક પ્રિય હતો.
સાલ્વના “શારદાવિલાસમાં કાવ્યના આત્માસ્વરૂપ ધ્વનિ જ પ્રતિપાદિત છે. કન્નડમાં ધ્વનિ પ્રતિપાદક ગ્રંથોમાં આ પ્રથમ રચના છે. આ ગ્રંથ હજી સુધી પૂર્ણ રૂપે ઉપલબ્ધ થયો નથી. તેનો માત્ર બીજ આશ્વાસ જ મળ્યો છે. સાલ્વનો વૈદ્યસાંગત્ય એક સુંદર વૈદ્યગ્રંથ છે. આ રીતે કવિ સાલ્વ પોતાની બહુમુખી પ્રતિભાથી કન્નડ ભાષાસાહિત્યની તુષ્ટિ-પુષ્ટિમાં ચોક્કસ ભાગીદાર છે. દોફથ્ય
તેમણે ચન્દ્રદેવપ્રભચરિતની રચના કરી છે. તેમનો નિશ્ચિત સમય જ્ઞાત નથી. સંભવતઃ તેઓ ૧૬મી શતાબ્દીના મધ્યભાગમાં થયા હશે. તેમના ગ્રંથનો મૂળ આધાર કવિપરમેષ્ઠી અને આચાર્ય ગુણભદ્રની કૃતિઓ છે. તેમાં લગભગ ૪૫૦૦ પદ્ય છે. સાહિત્યની દષ્ટિએ આ ગ્રંથ સામાન્ય સ્તરનો જ છે. બાહુબલિ
તેઓ શ્રૃંગેરિવાસી વૈશ્યશિરોમણિ સણણના પુત્ર હતા. તેમની માતા બોમ્પલદેવી હતી. એક દિવસ રાજા ભૈરવેન્દ્રની સભામાં ભટ્ટારક લલિતકીર્તિએ પુરાણ શ્રવણ કરાવતાં ભૈરવેન્દ્રને શ્રીપંચમીનો મહિમા સંભળાવ્યો. આ કથા લખવા માટે રાજાએ બાહુબલિને આદેશ આપ્યો. લલિતકીર્તિએ પણ આનું સમર્થન કર્યું. તે બંનેની પ્રેરણાથી કવિએ નાગપંચમીનો મહિમા પ્રકટ કરનાર નાગકુમારચરિતેની રચના કરી. બાહુબલિનો સમય ઈ.સ.૧૫૬૦ છે. કવિનું નાકુમારચરિતે એક સુંદર કૃતિ છે. તે ૩૭00 પોનો એક બૃહદ્ કાવ્યગ્રંથ છે. કવિને કવિરાજહંસ અને સંગીતસુધાબ્ધિચન્દ્રમ્ નામક પદવીઓ મળી હતી. ગુણચંદ્ર
ગુણચંદ્ર એક લાક્ષણિક કવિ છે. તેમનો સમય લગભગ ઈ.સ.૧૬૫૦ છે. તેમણે ઈન્દસાર નામક એક સંગ્રહરૂપ છંદોગ્રંથ લખ્યો છે. તેમાં પાંચ અધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org