Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રકરણ ૧ જૈનધર્મ અને તામિલ દેશ
પ્રારંભ-કાળ નામ
ભારતીય ઈતિહાસમાં જૈનધર્મનું પોતાનું એક વિશિષ્ટ સ્થાન છે. જૈન સાધુઓ અને વિદ્વાનોએ પોતાના ધર્મના પ્રચાર-પ્રસારમાં જનતાની વ્યવહારિક ભાષાને માધ્યમ બનાવી. તેમણે આમ લોકોને બાળપણથી જ જૈન સંસ્કાર આપવાનો પ્રયાસ કર્યો અને એ માટે જૈન દર્શન તથા સાહિત્યને પણ તેમની માતૃભાષામાં પ્રસ્તુત કર્યું. એ જ કારણ હતું કે જૈન વિદ્વાનોએ દક્ષિણ પ્રદેશની તામિલ ભાષામાં પણ પોતાનું સાહિત્ય રચ્યું અને તામિલના વિકાસમાં પર્યાપ્ત યોગદાન આપ્યું.
“જિન” તે પૂતાત્માને કહે છે, જે પૂર્ણ રીતે જિતેન્દ્રિય હોય અને ભવ પરંપરાથી વિમુક્ત થઈ ગયો હોય. તામિલ ભાષામાં “જિન” દ્વારા ઉપદિષ્ટ ધર્મને “જૈનમ્ કહે છે, તથા તે ધર્મના અનુયાયીઓને “જૈન” કહે છે. જૈન સાધુને સંસ્કૃત ભાષામાં શ્રમણ' તથા પ્રાકૃત ભાષામાં “સમસ” કહેવામાં આવે છે. આ જ શબ્દ તામિલમાં આવીને “ચમણરૂ” અને “અમણરૂ' થઈ ગયો છે. હવે તો તે શબ્દ સામાન્ય જૈન અર્થાત્ જૈન શ્રમણ તથા જૈન ગૃહસ્થ બંને માટે વપરાય છે. “જિન”ને જ “અરુકરૂ’ પણ કહે છે જે સંસ્કૃત શબ્દ અનું તામિલ રૂપ છે. આ જ આધારે જૈનોને “આહત (સંસ્કૃત રૂપ આઉત) નામે પણ બોલાવવામાં આવે છે. જૈન-મતે રાગ-દ્વેષ રૂપી ગ્રંથિઓથી પૂર્ણ રીતે છૂટકારો મેળવવાની અવસ્થાને કેવલદશા કે વીતરાગ દશા કહે છે, એટલા માટે જૈનોને “નિગ્રંથ'ની સંજ્ઞા મળી, જેનું પ્રાકૃત રૂપ “નિગંઠ' છે. આ જ કારણે જૈન મતને “નિગંઠવાદ” પણ કહે છે. “પિડિનરમ્' (અશોકવૃક્ષ) નીચે અહિંતુ ભગવાનના બિરાજવાની અનુશ્રુતિના આધારે જૈનોને પિષ્ઠિય' (અર્થાતુ અશોકવૃક્ષ નીચે બિરાજનાર ભગવાનના ઉપાસક) નામે તામિલ ગ્રંથોમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે. “ચાવકરૂ' (શ્રાવક) તે જૈનોને કહે છે, જે ગૃહસ્થ હોય છે. પરંપરા
જૈનોની ધારણા છે કે જૈનધર્મ અતિ પ્રાચીન છે. જૈન ધર્મના અંતિમ ચોવીસમા તીર્થંકર જ્ઞાતપુત્ર વર્ધમાન મહાવીર થયા હતા. તેમનું નિર્વાણ ઈસવીસન પહેલાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org