Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
જૈન ધર્મ અને તામિલ દેશ
૧૧૫
આથી તોલકાપ્પિયને કોઈ વિશિષ્ટ ધર્મ કે સંપ્રદાયના સાબિત કરવાનો પ્રયાસ વ્યર્થ જ પ્રતીત થાય છે. તેઓ શુદ્ધ વિદ્યોપાસક હતા અને તેમની દૃષ્ટિમાં માત્ર તામિલ ભાષા હતી, તામિલનું સાહિત્ય તથા આચાર-વિચાર હતા. આથી તેઓ તટસ્થ ભાવે જ્યાં પણ ઉપાદેય વિષય મળતો, તેને અપનાવતા હતા. આ જ કારણ છે કે તેમણે પોતાના લક્ષણગ્રંથ તોલકાપ્પિયમુના આરંભે મંગલાચરણ નથી કર્યું. આથી બધા ધર્મવાળા તેમને પોતાના ધર્મના અનુયાયી સાબિત કરવા માગે
છે.
તામિલ વ્યાકરણનો વિકાસ કહેવું જોઈએ કે વૈદિક, જૈન તથા બૌદ્ધ પંડિતાના તુલનાત્મક ભાષાજ્ઞાનના પ્રભાવે તામિલ વ્યાકરણનો પર્યાપ્ત વિકાસ થયો છે. તે બધાની અપાર વિદ્વત્તા તથા સંસ્કૃત વગેરે અંન્ય સમૃદ્ધ ભાષાઓનું માર્મિક જ્ઞાન – આ બધું તામિલ વ્યાકરણના વિકાસ માટે ખૂબ સહાયક સાબિત થયું. તેમની એ વિશેષતા હતી કે તેમણે બીજી ભાષાના વ્યાકરણના નિયમોને તામિલમાં બળપૂર્વક ઘુસાડ્યા નહિ, પરંતુ, તામિલની પોતાની વિશિષ્ટ રીતિ-નીતિ તથા વ્યાકરણ પદ્ધતિનું પ્રામાણિકતાપૂર્વક પાલન કર્યું. અને તેમની આદર્શ સેવા કહી શકાય.
તોલકાપ્પિયરના સમયમાં નાટકીય સંવાદ જેવા ફુટકળ પદ્યો અધિક પ્રમાણમાં પ્રચલિત હતાં. તેમનું સંકલન કરી, “અકમ્' (આત્મગત) તથા “પુરમ્' (બહિર્ગત)ની શ્રેણીમાં તેમને વિભાજિત કરવામાં આવ્યા. આ તત્ત્વ-ચિંતનના આધારે થનારી પદ્ય રચનાના વિકાસનું પરિચાયક છે. જે બધા માટે સાધારણ જીવનતત્ત્વ, સંવેદન (પ્રેમ વગેરે), ઉત્કર્ષ (સદાચારમૂલક) વગેરે વાતોને અભિવ્યક્ત કરતું હોય, તેને “અક' (આત્મગત પદ્ય) કહે છે. જે કોઈ નિર્દિષ્ટ ચરિતનાયકની અનુભૂતિ કે તેના આચરણનું વર્ણન કરતું હોય, તેને “પુરમુ (બહિર્ગત કે વ્યક્તિગત પદ્ય) કહે છે. આ વિભાજન વૈદિક તથા જૈન ધર્મના પ્રસારની દેન માલુમ પડે છે. લક્ષ્ય (સાહિત્ય) ગ્રંથોના ઉપયુક્ત લક્ષણગ્રંથ પ્રસ્તુત કરવાનું શ્રેય તે જ લોકોને છે. તેમનો અનુભવ તથા મહત્ત્વપૂર્ણ સહયોગ તામિલના વિકાસ માટે પણ મુખ્ય સાધન તથા ભાતું સાબિત થયો. પદ્યરચના
સાહિત્ય-સામાન્ય માટે તોલકાપ્પિયમ્માં “ચેટુળ' (પદ્ય) શબ્દ આવે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org