Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૧૪
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
તોલકાપ્પિયરૂના કાળમાં જૈનાચાર્યોએ તામિલમાં જ છંદશાસ્ત્રવિષયક ગ્રંથોની રચના કરી, જેમનો પ્રચાર વિદ્વભંડલીમાં થયો. આથી એ કારણે તોલકાપ્પિયમ્સને જૈન માની ન શકાય. તેમણે માત્ર પ્રચલિત રીતિનો ઉલ્લેખ પોતાની રચનામાં કર્યો. જૈનશાસ્ત્રજ્ઞો અથવા વ્યાખ્યાકારોએ “પણત્તિની વ્યાખ્યા કરતી વખતે કોઈ પણ મૂલ જૈન-ગ્રંથ આધાર રૂપે ઉદ્ધત નથી કર્યો. આ સિવાય, તોલકાપ્પિયરે “પણત્તિને પ્રહેલિકા-કથાનું અંગ બતાવી, જૈન છંદશાસ્ત્ર અનુસાર માત્ર છંદ-ગ્રંથ નથી કહ્યો.
તોલકાપ્પિયરના વિષયમાં વ્યાખ્યાકાર તેયુવચ્ચિતૈયારે પોતાની ટીકામાં કહ્યું – “ નૂવું શૈથુન વૈદિવ મુનિવમ્ (આ ગ્રંથ તોલકાપ્પિયમૂના રચયિતા વૈદિક મુનિ હતા).” તોલકાપ્પિયરે આકાશને પંચમહાભૂતોમાંનું એક માન્યું. તેમનું જ સૂત્ર છે –
"निलन्ती नीर्वळि विशुम्पोडैन्दुम् कलन्द मयकम् उलकमादलिन्"
- મરમિયલું-૮૯ અર્થાત્ પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ આ પાંચ ભૂતોનો સમૂહ જ જગત છે.
“તોલકાપ્પિયમ્સ પંચ ભૂતોની માન્યતાવાળા વૈદિક મતના જ અનુયાયી હતા. જૈનાચાર્ય જોકે આકાશનાં અસ્તિત્વનો સ્વીકાર કરે છે, છતાં પણ તેઓ તેને પંચભૂતો અંતર્ગત નથી માનતા. આથી તેમને જૈન માનવાનું પર્યાપ્ત પ્રમાણ નથી. આ છે બીજા પક્ષનો તર્ક. ઉલ્લેખ-નિર્દેશની વાતો લઈને કોઈ રચયિતાના અભિમત કે ધર્મનો નિર્ણય કરવો ઉચિત નથી.
તોલકાપ્પિયરે એક સ્થાને દુર્ગાની સ્તુતિ કરી છે, તો બીજી જગ્યાએ વિષ્ણુની વંદના કરી છે અને વેદ-વૈદિક, ઊંચ-નીચ વગેરેની પણ ચર્ચા કરી છે. આ બધા તથ્યોથી એ જણાઈ આવે છે કે તેમના સમયમાં જ વૈદિક તથા જૈન બંને ધર્મોનો પ્રભાવ લોકજીવન પર હતો. જૈનાચાર્ય નાર્ કવિરાજ નમ્બી વગેરેએ તામિલના આચાર-વિચાર પર લખવામાં આવેલા પોતાના પુસ્તકોમાં નિષ્પક્ષ ભાવે બંને ધર્મોના પ્રભાવનું વર્ણન કર્યું છે.
૧. જુઓ “કાલ ઉલગમ્....'નામકસૂત્રની ટીકા (તોલકાપ્પિયમુ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org