Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૧૨
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
છાપ – જૈનધર્મની વિકસિત પરંપરાની પ્રતિચ્છાયા – આચાર્ય તોલકાપ્પિયન રીતિગ્રંથ “તોલકાપ્પિયમમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ન'-કારાંત વર્ણાવલી :
તામિલની વર્ષાવલી “અ'થી શરૂ થઈ “ન પર સમાપ્ત થાય છે.' તોલકાપ્પિય પોતાના ગ્રંથમાં એક સૂત્ર દ્વારા વર્ણ-ક્રમ નિર્ધારિત કર્યો છે. વ્યાખ્યાઓએ તે ક્રમના ઉદેશ વિશે વિભિન્ન યુક્તિઓ પ્રસ્તુત કરી છે.
ઈબંપૂરણ નામક વ્યાકરણકારે લખ્યું છે, “ન” અક્ષર પુંલિગદ્યોતક છે. (ઉદા. રાજનું, રામનું વગેરે શબ્દોનો અંત્યાક્ષર “–” પુલિંગ રૂપે આવે છે.) દિગંબરમાન્યતા અનુસાર સ્ત્રીઓને મોક્ષ નથી હોતો. તપસ્યા કરીને સ્ત્રીલિંગ છેદીને ફરી પુરુષરૂપે જન્મ લીધા પછી જ તે મોક્ષલાભ કરી શકે છે. બીજી તરફ શ્વેતાંબરમાન્યતા અનુસાર સ્ત્રીને મોક્ષ થઈ શકે છે. શ્વેતાંબર-માન્યતા છે કે “મલ્લિ' નામક તીર્થકર સ્ત્રી હતી. દિગંબરોનું કહેવું છે કે મલ્લીદેવી સ્ત્રી પર્યાયમાં તપસ્યા કર્યા પછી આગલા જન્મમાં પુરુષ પર્યાય ધારણ કરવાથી તીર્થકર મલ્લિનાથ કહેવાયા અને મોક્ષ પ્રાપ્ત કર્યો. આથી “ન'-કારને તામિલ વર્ણમાળાનો અંત્યાક્ષર બનાવવાનો. ઉદેશ એ જ હોવો જોઈએ કે તે અક્ષર મોક્ષ પ્રાપ્તિ યોગ્ય પુરુષત્વનો ઘોતક છે. એટલા માટે તેની વિશેષતા તથા મહત્તા બતાવવા માટે તોલકાપ્પિયરે તે અક્ષરને અંતે રાખ્યો છે.”
આ વાતનો ઉલ્લેખ વૈદિક ધર્મના પંડિત શ્રી નશ્ચિમાર્જિનિયરે પણ પોતાની વ્યાખ્યામાં કર્યો છે. “પંડિત શ્રી નશ્ચિમાર્જિનિયર્ કેટલાક કાળ સુધી જૈન ધર્માનુયાયી રહ્યા પછી, વૈદિકધર્મમાં પાછા ફર્યા' – આ અનુશ્રુતિની પુષ્ટિ કદાચ ઉક્ત ઉલ્લેખથી જ થાય છે. પરંતુ, વ્યાખ્યાતાની દલીલ માનીને આચાર્ય તોલકાપ્પિયને જૈન સાબિત કરવાનું ઉચિત નથી લાગતું. હા, એમ કહી શકાય છે કે “ન-કારાંત વર્ણમાલાની વ્યવસ્થા જૈનાચાર્યોની દેન હતી. પરંતુ, તેના પ્રામાણિક આધારની આવશ્યકતા છે. વિદ્વાનોએ આ વિષયમાં શોધ કરવી જોઈએ.
૧. આ “ન અક્ષર ‘ત' વર્ગનો અંતિમ અક્ષર નથી. આ તામિલનો વિશિષ્ટ અક્ષર છે. તેનું ઉચ્ચારણ
“નઅને ‘ણ' વચ્ચેનું થાય છે. તે મોટા ભાગે પદાંતે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org