Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૨૦
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
કહી શકાય. એવી અનુશ્રુતિ છે કે દ્વિતીય સંઘકાલીન પાંડ્યનરેશ નિલત્તર તિરુવિનું પાંડિયની સભામાં, પંડિતવર અતકોટ્ટાશનુની અધ્યક્ષતામાં તોલકાપ્પિયમ્રનું પ્રથમ પ્રકાશન થયું. એમ પણ કહેવામાં આવે છે કે તોલકાપ્પિયર અગત્યના શિષ્ય હતા. અગસ્યની અધ્યક્ષતામાં જ દ્વિતીય સંઘ સ્થાપિત થયો અને તેઓને તામિલના પ્રથમ વ્યાકરણાચાર્ય માનવામાં આવે છે. પરંતુ તેમનું એક પણ પદ્ય ઉપલબ્ધ નથી. આજે જેટલા સંઘકાલીન ગ્રંથ મળે છે, તેમાંથી અધિકાંશ ગ્રંથ અંતિમ સંઘના છે. અન્ય કેટલાક ગ્રંથ પૂર્વવર્તી સંઘના કહેવામાં આવે છે, પરંતુ તે વિશે મૌક્ય
નથી.
સંઘ ગ્રંથો પર જૈન પ્રભાવ
સંઘ સાહિત્યના પઘોમાં જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ લક્ષિત થાય છે. “યાહુન્ કરે વાવનું ૦િ.” વાળા પદ્યમાં સમદર્શિતા, સાર્વજનીન સેવાવૃત્તિ અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે કર્મ ફળની અનિવાર્યતાનું પણ વર્ણન છે. જોકે આ વચન અન્ય ધર્મોમાં પણ મળે છે, તો પણ તેનું વિશિષ્ટ વિવેચન જૈનધર્મમાં જ થયું છે. આ ઉપરાંત, સંઘકાલીન કવિઓમાં કેટલાંક નામ એવાં મળે છે, જેમના જૈન હોવાની સંભાવના છે. તેમાંથી બે કવિઓનો પર્યાપ્ત પરિચય ઉપલબ્ધ છે. ઉલોચ્ચનાર
મુનિ-દીક્ષા ગ્રહણ કરતી વખતે, કેશલંચન કરવાની જે વિશિષ્ટ ક્રિયા કરવામાં આવે છે, તેને તામિલમાં “ઉલોગ્સ' કહે છે. કેશલોચના અનુષ્ઠાનનું વર્ણન કરવા અથવા કેશલોચ કરવાને કારણે સંઘના એક કવિનું નામ “ઉલોચ્ચેનાર' પડ્યું. તેમના નામ પર તેત્રીસ પદ્ય ઉપલબ્ધ થાય છે, જે તેમના જ રચેલાં પ્રતીત થાય છે. આ પદ્યોમાં જૈન ધર્મ સંમત સાંસારિક જીવનની કષ્ટ બહુલતાની જેમ અન્તર્જીવનની દુઃખપ્રધાન સ્થિતિનું વર્ણન છે. નિગટનાસ્
બીજા સંઘકાલીન કવિનું નામ છે, નિગંટનું કર્લક્કોટ્સત્ તણ્ડનાર. તેમનું એક પદ્ય “નટ્રિબૈ” નામક સંઘકાલીન ગ્રંથમાં ઉપલબ્ધ છે. તેમાં અનેક નિત્તમ (સમુદ્ર
૧. આ સંઘકાલીન પદ્યના રચયિતા હતા કણિયનુ પૅકઝાર અને આ પંક્તિનો અર્થ છે-આખો દેશ
અમારી જન્મભૂમિ છે અને બધા દેશવાસીઓ અમારા બાંધવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org