Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
જૈન ધર્મ અને તામિલ દેશ
૧૧૧
તેનો આધાર પ્રસિદ્ધ જૈનાચાર્ય ભવગંદી (ભવણનંદી)ના લોકપ્રિય તામિલ વ્યાકરણ ગ્રંથ “નકૂલમાં મળે છે. જોકે જૈનોએ “ઐયરિવયિ” (પંચજ્ઞાની જીવ)ને ચિંતનશીલ અને અચિંતનશીલ નામક બે ભાગોમાં વિભક્ત કર્યું હતું, છતાં પણ તેમણે “આરરિવુવિરૂ' નામક છઠ્ઠો વિભાગ નથી માન્યો. પંચેન્દ્રિયો સાથે મનને પણ ભિન્ન ઈન્દ્રિય માનવાની પરંપરા હિન્દુધર્મમાં જ મળે છે. તેનો આધાર ગીતા વગેરેમાં મળે છે. આથી વૈદિક ધર્મના આ સિદ્ધાંતનું સમર્થન જ “તોલકાપ્પિયમ્ ગ્રંથમાં થયું છે. તેનું ઉદ્ધરણ તથા અનુમોદન તામિલ વેદ “તિરક્ર”ના સુવિખ્યાત વ્યાખ્યાકાર શ્રી પરિમેળ રે તથા સંઘકાલીન ગ્રંથ કલિ7ોર્કના વ્યાખ્યાતા શ્રી નચ્ચિનાદ્ધિનિયરે પોતાની વ્યાખ્યામાં કર્યું છે.
પરંતુ આ દલીલ પણ એકતરફી માનવામાં આવશે. ભલે જૈનોએ ષડ઼જ્ઞાની જીવ'નું વિભાજન ન કર્યું હોય, છતાં પણ તેઓ પંચજ્ઞાની જીવમાં જ “સંજ્ઞી” અને “અસંજ્ઞી’નો ભેદ માનીને, પૂર્વોક્ત નવા વિભાજનનો સમન્વય કરી ચૂક્યા હતા. જૈનગ્રંથ “અષ્ટ પદાર્થસારમાં મનને પ્રાણની કક્ષામાં મૂકવામાં આવ્યું છે. આથી ઉપર્યુક્ત જીવ-વિભાજનને કોઈ મુખ્ય મત કે સિદ્ધાન્તના દાયરામાં ન . બેસાડતાં, “વિશિષ્ટ તામિલ-રીતિ’ માની લેવાનું યોગ્ય ગણાશે. કર્મબંધથી વિમુક્તિ
તોલકાપ્પિયરે પોતાના ગ્રંથ “તોલકાપ્પિયમ”ના “મરશિયલ' (રીતિપ્રકરણ)માં, મૂલ ગ્રંથ તથા અનુકરણ-ગ્રંથના અંતર પર પ્રકાશ પાડતાં, મૂલ ગ્રંથ વિશે લખ્યું હતું વિચિન નીપિ વિસ્ત્રક્રિય વિન (અર્થાતુ, કર્મબંધથી વિમુક્ત તથા ઉક્વલ જ્ઞાનવાળા). આ પદની પોતાની રીતે વ્યાખ્યા કરતાં કેટલાક વિદ્વાનો કહે છે, “પહેલાં કર્મબંધમાં ફસાઈને, પછી તેનાથી વિમુક્ત થનાર તથા સત્યજ્ઞાન (કેવલ જ્ઞાન) ધરાવતા અહંતુ ભગવાનનો જ ઉલ્લેખ આ વચનમાં કરવામાં આવ્યો છે. આથી તોલકાપ્પિયરને જૈન માનવામાં આવે છે.”
જૈનેતર વિદ્વાનોનું કહેવું છે કે “વિનૈયિન નલિય (કર્મબંધથી વિમુક્ત)નો અર્થ છે સ્વભાવથી જ સ્વયં કર્મબંધથી વિમુક્ત તથા સત્યજ્ઞાની ભગવાન સર્વેશ્વર.
આ રીતે વિદ્વાન લોકો પોતપોતાના મત-સિદ્ધાંત અનુસાર આ વચનનો અર્થ કરે છે. એવા અર્થ-વિન્યાસની કોઈ સીમા નથી. તટસ્થ દૃષ્ટિએ વિચાર કરતાં એટલું ચોક્કસ કહી શકાય છે કે તામિલભાષી જનતાના ચિત્તની પ્રભાવશાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org