Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
જૈન ધર્મ અને તામિલ દેશ
૧૦૩
પ્રસિદ્ધ જૈન કેન્દ્ર હતું. ત્યાંના જૈન સંઘના મુખ્ય આચાર્ય સર્વનંદીએ ઈ.સ.૪૫૮માં લોક વિભાગમ્” નામક ગ્રંથ લખ્યો. તે સમયે કાંચીમાં સિંહવર્મનું શાસન હતું. તેનો ઉલ્લેખ સર્વનંદીએ પોતાના ગ્રંથમાં કર્યો છે. આ કાળ જૈન ધર્મની દૃષ્ટિએ “ઉજ્જવલ યુગ' રહ્યો છે. વજનંદીનો સંઘ
કેટલાક વિદ્વાનોનો મત છે કે વજનંદી નવમી સદીના હતા અને આ સંઘના 241145 dl 24124L teach (Saletore-Mediaeval Jainism, p. 233). પોતાના મતના પ્રમાણ માટે તેમણે જે શિલાલેખ ઉદ્ધત કર્યા (E. C. II--254 p. 109, 110 : 258--p. 117), તેનાથી એ જ પ્રકટ થાય છે કે દેવસંઘ, નંદીસંઘ, સિંહસંઘ અને સેનસંઘ – આ ચાર વિભાગોમાં વહેંચાઈને જ જૈનસંઘ કામ કરતો હતો. પરંતુ, તામિલનાડુના વિદ્યાકેન્દ્ર મદુરે નગરીમાં તામિલભાષી જૈનોના પ્રભાવથી ‘દ્રાવિડસંઘ' દિવસે દિવસે પ્રગતિ કરતો ખ્યાતિ મેળવી રહ્યો હતો, તેની ચર્ચા સુદ્ધાં આ શિલાલેખોમાં નથી મળતી. આ દ્રાવિડસંઘ આદિકાલની મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના હતી. આચાર્ય દેવસેને પોતાના ગ્રંથ “દર્શનસારમાં તો તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ઈ.સ.૪૭૦માં વજનંદીએ મધુરમાં ‘દ્રાવિડસંઘ'ની સ્થાપના કરી હતી. કેટલાક લોકોની ધારણા છે કે અર્થબલીએ દ્રાવિડસંઘનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો, આથી તે સંઘ અર્વાચીન હોઈ શકે છે. પરંતુ આ ધારણા ખોટી છે, કેમકે એવું માની લેવાથી માનદેવસેનના કાલ-નિર્ણયમાં બાધા ઊભી થઈ શકે છે અને તેમના પ્રામાણિક ગ્રંથની ઉપેક્ષા થશે. શૈવસંત તિજ્ઞાનસંબંધ, સુન્દર વગેરે કવિઓના ગીતોથી એ જાણ થાય છે કે દ્રાવિડસંઘમાં દેવ, સેન, વીર; (સિંહ), નંદી વગેરે નામવાળા જૈનાચાર્યો રહેતા હતા. તે વિદ્વાનોના ભ્રમનું કારણ એ જ છે કે જૈનસંઘ “નંદીગણ'ના અંતર્વિભાગરૂપે એક દ્રાવિડગણ હતો, જેનું બીજું, નામ “અરેકલાન્વયમ્' (ઉત્તમકલાકેન્દ્ર) હતું. પરંતુ “દ્રાવિડસંઘ' તેનાથી ભિન્ન હતો. તેની સાથે કેટલાય તામિલ ગ્રંથો અને શિલાલેખોમાં કુંદકુંદ, સમંતભદ્ર વગેરે આચાર્યોનો પણ ઉલ્લેખ થયો છે. ઈ.સ. સાતમી સદી સમાપ્ત થતાં થતાં જૈનધર્મનો આદિકાલ લુપ્તપ્રાય થઈ ગયો. જૈનો દ્વારા સ્થાપિત “દ્રવિડસંઘ' પણ તામિલનાડુમાં વિગતપ્રભાવ થઈ ગયો. આથી કર્ણાટક ખૂબ પ્રભાવશાળી જૈન કેન્દ્ર બન્યું ત્યારે તામિલનાડુથી કેટલાય જૈનાચાર્યો શ્રવણબેલગોલ તરફ જવા લાગ્યા. આ અસ્તોન્મુખ સ્થિતિમાં દ્રાવિડસંઘનું નામ “દ્રાવિડગણ પડવું સહજ સંભવિત હતું. ત્યાંના આચાર્ય પુષ્પસેન પોતાના નામનો નિર્દેશ તામિલ-રીતિ અનુસાર “પુરૂપચનરૂ' જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org