Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૦૪
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
આ બાજુ તામિલનાડુમાં અર્થબલીના શિષ્ય ભૂતબલી પુષ્પદંત અને તામિલ મહાકાવ્ય જીવકચિંતામણિ તથા ચૂળામણિના રચયિતા તિરુક્કદેબરૂ અને તોલામોળિ દેવરૂ વગેરે જૈન સાધુ લોકવિશ્રુત હતા, આથી જૈન-ધર્મની લોકપ્રિયતા વધવા લાગી. આ જ સમયે ક્ષીણકાય જૈનસંઘનો વિભાગ દ્રાવિડ-ગણ” “દ્રાવિડસંઘ” નામે ફરી પ્રસિદ્ધ થયો. અજ્ઞાત જૈનાચાર્ય દ્વારા રચિત તામિલના “યશોધર કાવ્યમુનો મૂલ આધાર ગ્રંથ આચાર્ય પુષ્પદંતની રચના જ માનવામાં આવે છે. આચાર્ય પુષ્પસેનના શિષ્ય ગુણસેન અને કનકસેન બંને ઈ.સ.૮૯૩માં ધર્મપુરીમાં હતા અને એમ પણ માનવામાં આવે છે કે વરગુણ વિક્રમાદિત્યના શાસનકાલમાં આચાર્ય ગુણસેન જીવિત હતા.
તામિલભાષી જૈનાચાર્ય ચોલોની પહેલાં
તિરુજ્ઞાન સંબંધરૂ વગેરે શૈવ સંતોના અથક પ્રયાસથી તામિલનાડુમાં ભલે જૈનધર્મનો પ્રભાવ ક્ષીણ થયો હોય, છતાં પણ અહીં-તહીં તેની અસર દેખાતી જ રહી. જૈનાચાર્યોની તામિલ સાહિત્ય સેવા ધર્મના પ્રચાર-પ્રસાર સાથે સુચારુ રીતે ચાલી રહી હતી અને “જીવક-ચિંતામણિ” વગેરે કાવ્યગ્રંથોનું નિર્માણ થયું.
અહીં, ઉપલબ્ધ શિલાલેખોથી જ્ઞાત થનાર જૈનાચાર્યોનો ઉલ્લેખ કરીશું.
ઈસવી ત્રીજી-ચોથી સદીમાં ચન્દ્રનંદી અને ઈનૈયભટ્ટારરૂ નામક બે જૈન સાધુઓએ સંલેખના દ્વારા દેહ ત્યાગ કર્યો.' ઈસવી આઠમી સદીના અંતે રાજા નંદિબોધના સમયમાં આચાર્ય નાગનંદી જીવિત હતા. પાંડિય (પાડ્ય) નરેશ મારનું ચયનના શાસન-કાળમાં તિરુવિરુત્તલે નામક સ્થાનમાં (દક્ષિણ પાષ્ઠિય દેશ) અરુણાળતુ અને અચ્ચનંદી બંને ભટ્ટારરૂ (ભટ્ટારક) રહેતા હતા. તે સંભવતઃ ઉત્તરવર્તી અરુબાળ પ્રાંતના દક્ષિણ છેડા સુધી ગયા હશે. એક ઋગ્વદી વડે પ્રશંસિત મલયધ્વજ નામક જૈનમુનિ પણ તે સમયે હતા. - શેતલે-શિલાલેખોમાં આરંભવીર અને ગણસેન ભટ્ટારકનો ઉલ્લેખ છે. અણુઓના સમન્વયથી જગતની ઉત્પત્તિનું વર્ણન “આરંભવાદ' કહેવાય છે. આ સિદ્ધાંત આત
૧. M. A. R. 1904, 288. ૨. E.I.Vol.IN, P. 136. ૩. A. R.I. E. 1916, p. 122. ૪. પુદુકોટ્ટ શિલાલેખ સં. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org