Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૦૨
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
કેટલાક શોધકર્તાઓનો મત છે કે આચાર્ય અકલંકદેવે કાંચીનરેશ હિમશીતલ (ઈ.સ.૭૮૮)ના દરબારમાં બૌદ્ધ ભિક્ષુઓને શાસ્ત્રાર્થમાં હરાવ્યા હતા. પછી તેમણે રાજ સાહસતુંગની સભામાં જઈને પોતાનો પરિચય આપ્યો. તેનું બીજું નામ દંતિદુર્ગનું હતું. ત્યાં કેટલોક સમય સુધી રહ્યા પછી, આચાર્ય અલંકદેવ તામિલનાડના તિરુપ્પનપૂરમાં રહેવા લાગ્યા. ત્યાર પછી ક્રમશઃ, સુપ્રસિદ્ધ જૈન ગ્રંથ હરિવંશપુરાણ'ના રચયિતા જિનસેન (પ્રથમ), વિરસેન, જિનસેન (દ્વિતીય) અને તેમના શિષ્ય ગુણભદ્ર તામિલનાડુમાં આવ્યા. તેમાં, આચાર્ય વિરસેને “જયધવલા ટીકા' નામક ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો, પરંતુ તે પૂરો કર્યો તેમના મનીષી શિષ્ય આચાર્ય જિનસેન (દ્વિતીય). આ જ રીતે આચાર્ય જિનસેનના મહાપુરાણના અધૂરા કાર્યને તેમના શિષ્ય ગુણભદ્ર ઈ.સ.૮૯૮માં “ઉત્તરપુરાણમ્ નામક ગ્રંથ લખી પૂર્ણ કર્યું. ત્યાર પછી, તામિલના સુવિખ્યાત પાંચ મહાકાવ્યોમાં તૃતીય “જીવકચિંતામણિ'ના રચયિતા તિરુત્તક્ક દેબ, “ચૂળામણિ' (જૈન મહાકાવ્ય)ના કવિ તોલામોનિ દેબરૂ અને ગુણભદ્રના શિષ્ય અર્થબલી – ત્રણે તે સમયના ખ્યાતિલબ્ધ જૈનાચાર્યો થયા.
કર્ણાટકમાં એવી દંતકથા છે કે સુપ્રસિદ્ધ શૈવાચાર્ય તિજ્ઞાનસંબધની સાથે થયેલી તર્કગોષ્ઠીમાં આચાર્ય જિનસેને પણ ભાગ લીધો હતો. પરંતુ આ કથા નિરાધાર પ્રતીત થાય છે, કેમકે તામિલ ગ્રંથોમાં આ ઘટનાનું કોઈ પ્રમાણ નથી મળતું. તિજ્ઞાનસંબધને આચાર્ય જિનસેનના સમકાલીન માનવાનું કોઈ પ્રમાણ નથી. વાસ્તવમાં જૈનધર્મનો આદિકાલ તિજ્ઞાનસમ્બન્ધના સમયમાં જ (ઈસવી સાતમી સદી) અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો હતો. આચાર્ય જિનસેન (કિ.)નો સમય નવમી શતાબ્દી છે. કલબ
કર્ણાટકના રાજ્ય શાસનને સ્થિર કરનાર જૈનોનો પ્રભાવ, “કરનટ' (કન્નડ કે કર્ણટ) માનવામાં આવતાં કલબ્રોના શાસન સાથે જ તામિલનાડુમાં ફેલાયો. આ જ સમયે આચાર્ય વજનંદીએ મધુર નગરીમાં એક જૈનસંઘની સ્થાપના કરી હતી. આ ઈ.સ. પાંચમી સદીની ઘટના છે. આચાર્ય દેવસેને ઈ.સ.૯૩૩માં રચિત પોતાના “દર્શનસાર' નામક ગ્રંથમાં લખ્યું છે કે વિ.સં. પ૨૬ (ઈ.સ.૪૭૦)માં વજનંદીએ મધુરમાં દ્રાવિડ સંઘની સ્થાપના કરી. પૂજયપાદ જે દ્રાવિડ-ગણ (અંતર્વિભાગ)ને જોયો, તે જ વજનંદીના સમયમાં વિશાળ સંઘ બન્યો. સુપ્રસિદ્ધ શૈવ સંત અપ્પના સમય સુધી તિરુપ્પાતિરિષ્ફલિયુ “પાટલિપુરમ”ના નામથી ૧. આ સ્થળ મદ્રાસ શહેરથી આશરે ૧૨૫ માઈલ દક્ષિણમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org