Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ષદિ અને સાંગત્યયુગ
ધર્મના મૂલાધાર પંચાણુવ્રતોનું પાલન કરે છે. ભરત ધર્મની મર્યાદાની અંદર રહીને સાંસારિક સુખ-વૈભવ ભોગવનાર એક રાજર્ષિ છે.
વસ્તુતઃ ભોગ અને ત્યાગમાં અવિરોધ પ્રદર્શિત કરી, ભોગ અને યોગની વચ્ચે સમન્વય કરવો એ જ મહાકવિ રત્નાકરના કાવ્યનું એકમાત્ર લક્ષ્ય છે. કવિ કુવેંદુના શબ્દોમાં ભરતેશવૈભવમાં ત્યાગ અને ભોગના સમન્વયરૂપી યોગદર્શન રત્નાકરે સુંદર રીતે પ્રતિપાદિત કર્યું છે. તેણે તે આદર્શને માત્ર ભરતના જીવનમાં જ નહિ પરંતુ સમગ્ર કાવ્યમાં કુશળતાપૂર્વક વ્યક્ત કર્યો છે. આ પ્રકારની કાવ્યસૃષ્ટિ સંસારના કોઈ પણ સાહિત્ય માટે ગૌરવની વસ્તુ છે. આ દૃષ્ટિએ ભરતેશવૈભવ એક મહાન કૃતિ છે.
૮૫
રત્નાકરનું કાવ્ય ચર્વિતચર્વણ કે પિષ્ટપેષણ નથી. તે સાંપ્રદાયિકતાથી પણ ઘણું દૂર છે. સામાન્ય જનતા તેના કાવ્યથી લાભ ઉઠાવે, તે જ કવિનું મુખ્ય લક્ષ્ય હતું. રત્નાકરની શૈલી સરસ અને સરળ છે. કવિના વર્ણનમાં સ્વાભાવિકતા છે. કવિએ જે કંઈ લખ્યું છે તે આત્માનુભવના આધારે લખ્યું છે. રત્નાકર કન્નડ કવિરૂપ માળાના એક દેદીપ્યમાન મણિ છે. તેમના કાવ્યોના કેટલાય સંસ્કરણ થઈ ચૂક્યાં છે.
વિજયણ
વિજયણ મૂડબિદ્રીના નિવાસી હતા. તેમણે દ્વાદશાનુપ્રેક્ષાની રચના કરી છે. આ કૃતિ સાંગત્ય છંદમાં છે, વચ્ચે-વચ્ચે ક્યાંક કંદ વૃત્ત પણ છે. ગ્રંથમાં જૈન ધર્મમાં પ્રતિપાદિત બાર ભાવનાઓનું વર્ણન છે. સાહિત્યની દૃષ્ટિએ આ રચના બહુ મહત્ત્વપૂર્ણ નથી. કવિનું નિરૂપણ સરળ, સુગમ તથા હૃદયગ્રાહી છે. વિજયણનો સમય લગભગ ઈ.સ.૧૪૫૦ છે. કવિનો આશ્રયદાતા દેવકવિ છે. તેની જ પ્રેરણાથી પ્રસ્તુત ગ્રંથ રચવામાં આવ્યો છે. દ્વાદશાનુપ્રેક્ષાને કન્નડમાં લાવવાનું શ્રેય વિજયણને જ છે. આ ગ્રંથ પઠનીય છે. તે પ્રકાશિત પણ થઈ ગયો છે.
શિશુમાયણ
હોય્સલ દેશાંતર્ગત કાવેરી નદીના તટ પર અવસ્થિત નયનાપુર શિશુમાયણનું જન્મસ્થળ હતું. કવિના પિતા બોમ્મિસેટ્ટિ અને માતા નેમાંબિકા હતી. કવિના શ્રદ્ધેય ગુરુ કાણુર્ગુણના ભાનુમુનિ હતા. બેલુકેરે નગરના સ્વામી ગોમ્મટદેવની પ્રેરણાથી કવિએ ‘અર્જનાચરિતે’ની રચના કરી હતી. ત્રિપુરદહન નામનો તેમનો એક અન્ય ગ્રંથ પણ છે. શિશુમાયણનો સમય ઈ.સ.૧૪૭૨ છે. કવિના બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org