Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૮૪
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
સુધી પહોંચાડ્યું છે. પોતાના આ પ્રયત્નમાં તેઓ ચોક્કસ સફળ થયા છે. આ મહાકવિએ તીર્થકરોના પાંચ કલ્યાણકોની જેમ જ ભોગવિજય, દિગ્વિજય, યોગવિજય, અર્કકીર્તિવિજય અને મોક્ષવિજય નામની પાંચ સંધિઓમાં ભારતની કથાનો વિસ્તાર કર્યો છે.
ભરતેશવૈભવના ભોગવિજય કથાભાગમાં ભરત દ્વારા અનુભૂત લૌકિક સુખ ભોગોનું તથા તેના ઐશ્વર્ય અને સમૃદ્ધિનું આકર્ષક ચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જે આપણને સહસા તીર્થંકરના ગર્ભવતરણ-કલ્યાણકનું સ્મરણ કરાવે છે. વસ્તુતઃ ભોગસંધિ શૃંગારરસનો એક મહાસાગર છે. ભરત ચક્રવર્તીના જીવનનું શૃંગારિક ચિત્રણ આચાર્ય જિનસેનના આદિપુરાણમાં પણ મળે છે. વાસ્તવમાં રત્નાકરે ભરતને એક અત્યંત વૈભવશાળી તથા સુખી વ્યક્તિરૂપે ચિત્રિત કર્યો છે. રત્નાકરે “ભોગવિજય” નામક આ સંધિ (અધ્યાય)માં પુરાણોક્ત ભરતની કથાવસ્તુમાં કોઈ વિશેષ પરિવર્તન નથી કર્યું, જોકે આનો વર્ણન ભાગ કવિનો પોતાનો છે. રત્નાકરે દિગ્વિજયની કથાવસ્તુમાં ચોક્કસ પરિવર્તન કર્યું છે. પુરાણનો ભરત નિર્દય તથા કઠોર છે, પરંતુ રત્નાકરનો ભરત દયાળુ તથા મૃદુહૃદયી છે. તેનો ભરત યુદ્ધને પસંદ નથી કરતો, પરંતુ વિરક્ત થઈને તપસ્યા માટે ગયેલા સહોદરો માટે ખૂબ દુઃખી થાય છે. રત્નાકર એક સ્વતંત્રચેતા કવિ છે, તેને જે પણ વાત ઠીક લાગે તેનો સ્વીકાર કરી લે છે. એ જ કારણ હતું કે મૂડબિદ્રીનો શ્રાવકવર્ગ રત્નાકર પ્રતિ અસંતુષ્ટ થઈ ગયો હતો, તેમ છતાં શ્રાવકવર્ગના અસંતોષ માટે તત્કાલીન સ્થાનીય ભટ્ટારક પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે.
રત્નાકરના બાકી ત્રણ કથા ભાગોમાં મૂલ કથાની દૃષ્ટિએ કોઈ વિશેષ પરિવર્તન નથી. “ભરતેશવૈભવ'ની મહત્તા કવિની કાવ્ય દૃષ્ટિને કારણે છે. મહાકવિને પોતાના કથાનાયક કર્મવીર ભરત પ્રત્યે અપાર ભક્તિ હતી. કવિ સાંસારિક ભોગ-વિલાસને આધ્યાત્મિક વિકાસના આત્યંતિક વિરોધી નથી માનતા, તે માને છે કે નિષ્કામ ભાવે સંસારમાં રહીને પણ આધ્યાત્મિક વિકાસ સંભવે છે. એટલા માટે તે પોતાની કથાનો પ્રારંભ ભરતના ભોગ-વિલાસના વર્ણનથી કરે છે. ભરત પખંડનો અધિપતિ તથા નવનિધિનો સ્વામી હતો. ભોગ-વિલાસના સાધનરૂપ સુંદર સ્ત્રીઓની પણ તેને કમી ન હતી, છતાં પણ ભરત ધર્મની ઉપેક્ષા નથી કરતો. રાજ્ય લક્ષ્મીનો સંચય તથા કામનું સેવન કરતાં કરતાં પણ તે ગૃહસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org