Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૪
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
કે નાગચન્દ્રનો સમય લગભગ ૧૧૦૦ ઈ. રહ્યો હશે (કર્ણાટકકવિચરિતે, પૃષ્ઠ ૨૯). શ્રી ગોવિન્દ પૈનું અનુમાન છે કે કવિ નાગચન્દ્રનો જન્મ ઈ.સ.૧૦૯૦માં થયો હશે. એમ પણ કહેવું છે કે મલ્લિનાથપુરાણની રચના સમયે કવિની વય ચાલીસની અને પંપરામાયણની રચના સમયે પચાસની રહી હશે. આ રીતે તેમનું અનુમાન છે કે મલ્લિનાથપુરાણનો રચનાકાળ ઈ.સ.૧૧૩૦ની પહેલાં અને પંપરામાયણનો રચનાકાળ ઈ.સ.૧૧૪૦ રહ્યો હશે (“અભિનવપંપ'માં પ્રકાશિત તેમનો લેખ જુઓ). આથી ઉપર્યુક્ત બંને વિદ્વાનોના મતે કવિ નાગચન્દ્રનો સમય નિસંદેહ અગિયારમી શતાબ્દીનો ઉત્તરાદ્ધ અથવા બારમી શતાબ્દીનો પૂર્વાદ્ધ રહ્યો હશે. નાગચન્દ્રના કાલનિર્ણય માટે પોતાના “કવિચરિતે'માં આર. નરસિહાચાર્ય જે પ્રમાણ ઉપસ્થિત કર્યા છે, તે પર કેટલાક અન્ય પ્રમાણો સાથે શ્રી ગોવિન્દ પૈએ પોતાના વિમર્શાત્મક લેખમાં વિસ્તારથી ચર્ચા કરી છે. તેમાં સંદેહ નથી કે આ મહત્ત્વપૂર્ણ લેખમાં આ સંબંધે ઘણો પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
તેમ દેવચન્દ્ર (ઈ.સ.૧૮૩૮)ના મતે “જિનમુનિતનય” અને “જિનાક્ષરમાલા' પણ નાગચન્દ્રની કૃતિઓ છે, પરંતુ જિનમુનિતનયના સાહિત્યિક પ્રસ્તુતીકરણને જોતાં તેને નાગચન્દ્રની કૃતિ માનવી યોગ્ય નથી, કેમકે નાગચન્દ્રની રચનાઓ સાથે તેનો બિલકુલ મેળ નથી બેસતો. એમ લાગે છે કે આ કૃતિ પરવર્તી કોઈ સામાન્ય કવિ દ્વારા રચવામાં આવી છે. આર. નરસિંહાચાર્યને મળેલી જિનમુનિતનયની તાડપત્રીય પ્રતના અંતિમ પદ્યમાં “મુનિનૂતનાગચન્દ્ર' શબ્દ અંકિત છે જેનાથી જાણી શકાય છે કે જિનમુનિતનયના રચયિતાએ પોતાનું નામ અભિનવ નાગચન્દ્ર રાખી લીધું હતું. પરંતુ જિનમુનિતનયની મુદ્રિત પ્રતમાં ઉપર્યુક્ત “કવિનૂતનાગચન્દ્રના સ્થાને “યતિવિનૂતનાગચન્દ્ર' છપાયેલું છે. એમ જણાય છે કે આનાથી જ આ કૃતિ નાગચન્દ્રરચિત સમજવામાં આવી છે. જ્યાં સુધી જિનાક્ષરમાલાનો સંબંધ છે, આ નામની એક લઘુકાય કૃતિ એ. એચ. શેષઅઠંગારે સંપાદિત કરી મદ્રાસથી પ્રકાશિત કરી છે. આના રચયિતા મહાકવિ પોન્ન છે. સંભવ છે કે આ જ નામની બીજી કૃતિ નાગચન્દ્ર દ્વારા રચવામાં આવી હોય.
નાગચન્દ્રનું બીજું નામ અભિનવ પંપ હતું. તેમના ઉપલબ્ધ બે ગ્રંથોમાં પહેલો મલ્લિનાથપુરાણ અને બીજો પંપરામાયણ છે. પંપરામાયણનું અપરનામ રામચન્દ્રચરિતપુરાણ છે. શ્રી ગોવિન્દ ૨, દત્તાત્રેય બેન્દ્ર વગેરે વિદ્વાનોનો મત છે કે આમાંથી પહેલાં મલ્લિનાથપુરાણ અને પછીથી પંપ રામાયણની રચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org