Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
પૂર્વકવિઓનાં કાવ્યોનાં લેવામાં આવ્યા છે. વ્યાકરણના નિયમો સમજાવવા માટે કંદ પઘ જ સરળ હોય છે. તેનાં બધા ઉદાહરણ ખૂબ સરસ હોવાને કારણે આ વ્યાકરણ ગ્રંથ પણ કાવ્યની અનુભૂતિ કરાવે છે. કવિની પ્રામાણિકતા પ્રશંસનીય છે, તેના બધા કથ્ય સપ્રમાણ છે.
८०
જૂની ભાષામાં વ્યવહૃત અશુદ્ધ પ્રયોગોને દૂર કરી, ભાષાને પરિશુદ્ધ બનાવવી જ કેશિરાજનું મુખ્ય લક્ષ્ય રહ્યું. કન્નડ ધાતુપાઠના નિર્માણનું શ્રેય કેશિરાજને જ છે. તેમના પિતા મલ્લિકાર્જુન સ્વયં વિદ્વાન અને કવિ હતા. તેમની માતા સુમનોબાણની સુપુત્રી હતી તથા મામા પ્રસિદ્ધ મહાકવિ જન્ન હતા. સુમનોબાણ પણ સ્વયં કવિ હતી. આથી બાલ્યકાળથી જ તેમને સાહિત્યિક વાતાવરણ મળ્યું હતું.
કવિ મલ્લે પોતાના ‘મન્મથવિજય'માં તેમને લોકના એકમાત્ર શબ્દશ કહ્યા છે. તેમનું આ કથન ઓછામાં ઓછું કન્નડ ભાષાની દૃષ્ટિએ તો સર્વથા સત્ય છે. નિર્દોષ પાંડિત્ય પ્રાપ્ત કરવા માટે ‘શબ્દમણિદર્પણ'નો અભ્યાસ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે.
નાગરાજ
તેમનો સમય લગભગ ઈ.સ.૧૩૩૧ છે. કવિના પિતા વિઠ્ઠલદેવ અને માતા ભાગીરથી હતી. નાગરાજના સહોદર તિપ્પરસ તથા ગુરુ અનંતવીર્ય કેવલી હતા. ભારતીભાલનેત્ર અને સરસ્વતીમુખતિલક તેમની પદવીઓ હતી. તેમની રચના ‘પુણ્યાશ્રવકથા’ છે. કવિનું કહેવું છે કે પૂજ્ય ગુરુની આજ્ઞાથી સગરના નિવાસીઓ માટે મેં આ પુણ્યાશ્રવકથાની રચના કરી છે. આ રચનામાં દેવપૂજા, ગુરૂપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, દાન અને તપ આ બધાનું વર્ણન કરીને તેમના આચરણ દ્વારા સ્વર્ગાપવર્ગને પ્રાપ્ત કરનાર પુરાણપુરુષોની કથાઓ વર્ણિત છે.
જોકે નાગરાજે નયસેનની જેમ પરધર્મનો સીધો ઉપહાસ નથી કર્યો, છતાં પણ તેમણે જૈન ધર્મની શ્રેષ્ઠતા સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત કરી છે. વડ્ડારાધનાની કેટલીક કથાઓ પુણ્યાશ્રવમાં પણ મળે છે. નાગરાજ કથાનિરૂપણમાં કુશળ છે. કાવ્ય દેશીય શૈલીમાં લખવામાં આવ્યા છે જે સરળ તથા લલિત છે. તેની સાથે સાથે જ વર્ણનમાં સ્વાભાવિકતા પણ છે. ‘પુણ્યાશ્રવકથા’ સામાન્ય જનતા માટે ઉપયોગી કથાગ્રંથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org