Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૭૪
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
પાઠકોનું હૃદય ચોક્કસ પ્રફુલ્લિત થઈ ઊઠશે. ખાસ કરીને સાધ્વી સુનંદા તથા ચંડશાસનનાં ઉપાખ્યાન મહાકવિ જન્નની અનુપમ કવિત્વ શક્તિનાં પરિચાયક છે. દુષ્ટ અને ક્રૂર ચંડશાસન દ્વારા પતિવ્રતા શિરોમણિ સુનંદાને કારાગારમાં રાખવામાં આવવી, ત્યાં તેને ખરાબ રીતે સતાવવામાં આવવી, તેના પૂજ્ય પતિ વસુષેણના મસ્તકને સામે લાવીને રાખવું, તેને જોઈને સુનંદાએ દેહત્યાગ કરવો વગેરે દશ્યો વસ્તુતઃ હૃદય-વિદારક છે. આ વર્ણનોમાં કરુણરસની નિર્મળ ગંગા નિબંધ રૂપે પ્રવાહિત થઈ છે. - જન્ને ગ્રંથારંભે બધા પ્રસિદ્ધ આચાર્યો તથા કવિઓનું સ્મરણ કર્યું છે અને ગ્રંથાંતે પોતાના આશ્રયદાતા રાજા વીરનરસિંહને હૃદયથી આશીર્વાદ આપ્યા છે. જન્નના ઉપર્યુક્ત સંક્ષિપ્ત પરિચયથી વિદ્વાન પાઠકોને તે મેધાવી મહાકવિના અગાધ પાંડિત્ય, ગહન લોકાનુભવ, વ્યાપક શાસ્ત્રાધ્યયન, અનુપમ વર્ણનવૈદુષ્યની ખબર પડી જાય છે. વસ્તુતઃ જન્ન એક મહાકવિ છે અને તેમની કાવ્યપ્રતિભા સ્પૃહણીય છે. વિદ્વાનોની દષ્ટિએ જન્ન હિતમિતભાષી અને ઉચિત પદપ્રયોગમાં સિદ્ધહસ્ત હતા. અનાવશ્યક કઠિન શબ્દોનો પ્રયોગ કવિએ ક્યાંય પણ નથી કર્યો. સમુચિત સુંદર શબ્દો જગ્નના કાવ્યમાં પ્રયુક્ત છે. લાલિત્ય, માધુર્યાદિ ગુણોથી પરિપૂર્ણ જગ્નનું કથા-કૌશલ્ય સર્વાંગસુંદર છે. ગુણવર્મ (દ્વિતીય)
તેઓ પુષ્પદંતપુરાણ તથા ચન્દ્રનાથાષ્ટકના રચયિતા છે. તેમનો આશ્રયદાતા રાજા કાર્તવીર્યનો સામંત શાંતિવર્મ છે. કાર્તવીર્યના ગુરુ મુનિચન્દ્ર જ તેમના પણ ગુરુ છે. ગુણવર્મે પૂર્વ કવિઓની સ્તુતિમાં મહાકવિ જન્ન (ઈ.સ.૧૫૩૦)ની સ્તુતિ કરી છે. આથી એ નિર્વિવાદ સિદ્ધ છે કે કવિ ગુણવર્મ જન્ન પછી થયા. મલ્લિકાર્જુને (ઈ.સ.૧૨૪૫) તેમના પુષ્પદંત પુરાણના કેટલાંક પદ્યોનું અનુકરણ કર્યું છે. એથી તે પણ સિદ્ધ છે કે ગુણવર્મ મલ્લિકાર્જુન પહેલાંના છે. આ પ્રમાણોના આધારે આર. નરસિંહાચાર્યનો મત છે કે ગુણવર્મ લગભગ ૧૨૨૫ ઈ.સ.માં જીવિત રહ્યા હશે. - નરસિંહાચાર્યજીના મતાનુસાર ઈ.સ.૧૨૨૯માં ઉત્કીર્ણ સૌદત્તિના શિલાલેખમાં ઉલ્લિખિત કાર્તવીર્ય મુનિચન્દ્ર અને શાંતિનાથવર્મ જ, નિસંદેહ ગુણવર્મ દ્વારા મૃત કાર્તવીર્ય, મુનિચન્દ્ર તથા શાંતિવર્મ છે. શિલાલેખમાં શાંતિનાથને મુનિચન્દ્રના આત્મજ બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શિલાલેખમાં તેમને “ઇષ્ટશિષ્ટ ચિંતામણિ' પણ કહેવામાં આવ્યા છે. પુષ્પદંતપુરાણમાં કવિ ગુણવર્ષે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org