Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
આ વિસ્તારમાં કોઈ પણ અંશ અપ્રકૃત અથવા અસંબદ્ધ જણાતો નથી.
જૈન પુરાણોનો પ્રધાન રસ શાંતરસ છે. શૃંગારાદિ અન્ય રસ આ પ્રધાન રસના સહાયક માત્ર છે. કવિનું કહેવું છે કે જેવી રીતે કટુ ઔષધિઓ પીવરાવવા માટે અબોધ બાળકોને શર્કરા વગેરે મધુર વસ્તુ આપવામાં આવે છે, તે જ રીતે મોક્ષ પ્રત્યે અરુચિ રાખનાર વ્યક્તિઓને તે તરફ આકર્ષિત કરવા માટે શ્રૃંગારાદિ રસોનો પ્રયોગ જૈન પુરાણોમાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં શાંતરસપ્રધાન કાવ્યોમાં શૃંગારાદિ રસોને અધિક મહત્ત્વ ન આપતાં તેના પ્રધાન રસની યથાવતુ રક્ષા કરનાર કવિનું પ્રતિભાચાતુર્ય વાસ્તવમાં પ્રશંસનીય છે.
જૈન કવિઓમાં પુરાણનાં અંગોના પ્રશ્ન પર મતભેદ છે, કેટલાક લોકો પુરાણના આઠ અંગ માને છે તો કેટલાક પાંચ અંગ માને છે. પુષ્પદંતપુરાણમાં આઠે અંગ લેવામાં આવ્યા છે. વિદ્વાનોનું કહેવું છે કે ગુણવર્મનો બંધ પ્રૌઢ તથા અનુપ્રાસયુક્ત છે. ગ્રંથારંભે કવિએ તીર્થંકર પુષ્પદંત, સિદ્ધ, સરસ્વતી, યક્ષપક્ષી, કેવલી, શ્રુતકેવલી, દશપૂર્વધારી, એકાદશાંગધારી, આચારાંગધારી અને કુંદકુંદ વગેરે બા પ્રસિદ્ધ આચાર્યોની સાદર સ્તુતિ કરી છે.
ગુણવર્મના ચન્દ્રનાથાષ્ટકમાં માત્ર ૮ પદ્ય છે. આ પદ્ય મહાગ્નગ્ધરા વૃત્તમાં રચવામાં આવ્યા છે. પ્રત્યેક પદ્ય “ચન્દ્રનાથ” શબ્દથી પ્રારંભ થાય છે. આ અષ્ટક કોલ્હાપુરના ત્રિભુવનતિલક જિનાલયના ચન્દ્રનાથપ્રભુની સ્તુતિરૂપે રચિત છે. આમાં ગંભીર શૈલીમાં તીર્થંકર ચન્દ્રનાથનું ગુણગાન કરવામાં આવ્યું છે. ગુણવર્મની આ બંને કૃતિઓ મદ્રાસ વિશ્વવિદ્યાલયથી પ્રકાશિત થઈ ચૂકી છે. કમલભવ
તેમણે શાંતિનાથપુરાણ લખ્યું છે. તેમના ગુરુ દેશીયગણ, પુસ્તકગચ્છ અને કુંદકુંદાન્વયના યતિ માઘનન્દી છે. કમલભવે પૂર્વકવિઓમાં જન્નનું સ્મરણ કર્યું છે. આથી એટલું તો સ્પષ્ટ છે કે તે જન્ન પછી થયા છે. મલ્લિકાર્જુને પોતાના “સૂક્તિસુધાર્ણવ'માં કમલભવના ગ્રંથમાંથી અનેક પદ્યો ઉદ્ધત કર્યા છે. આથી કવિ કમલભવનું મલ્લિકાર્જુનની પહેલાં થવું સુનિશ્ચિત છે. આ પ્રમાણોના આધારે તેમનો સમય લગભગ ૧૨૩૫ ઈ.સ. નિર્ધારિત કરવામાં આવ્યો છે. ' “કુસુમાવલિ'ના રચયિતા દેવ કવિ કમલભવની ગ્રંથ-રચનાના પ્રેરક રહ્યા હશે. એ જ કારણ છે કે કુસુમાવલિના કતિરય પદ્યો કમલભવના ગ્રંથમાં ઉપલબ્ધ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org