Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૭૨
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
કરતા રહેતા હતા. કવિનું કથન છે કે “મેં પોતાના હાથને ક્યારેય બીજાની સામે ફેલાવ્યા નથી પરંતુ બીજાને ચોક્કસ આપ્યું છે” (અનંતનાથપુરાણ, આશ્વાસ ૧૪, પદ્ય ૮૦). જન્ને ગંડરાદિત્યના રાજયમાં અનંતનાથ તીર્થકરનું ભવ્ય મંદિર અને ધારસમુદ્રમાં વિજયપાર્થ જિનેશ્વરના જિનાલયનું દ્વાર બનાવડાવ્યું હતું.
તેમાં સંદેહ નથી કે કવિ જન્નનું આખું જીવન સાહિત્ય તથા ધર્મસેવામાં વ્યતીત થયું છે. તેમના યશોધરચરિત અને અનંતનાથપુરાણ બંને ય જૈનધર્મના પ્રચારાર્થે રચવામાં આવેલ હતા. આ વાત કવિએ સ્વયં પોતાની રચનામાં સ્પષ્ટ કહી છે. જૈન કવિઓનો તે આદર્શ રહ્યો છે કે તે પોતાની બહુમૂલ્ય કાવ્ય પ્રતિભાને મહાપુરુષોના પવિત્ર જીવનચરિત્રોની રચના દ્વારા સાર્થક બનાવે.
કવિ જન્ને પોતાના પૂર્વવર્તી કવિઓમાં ગુણવર્મ, પંપ, પોન્ન, રન્ન, નાગચન્દ્ર વગેરે પ્રસિદ્ધ બધા જૈન કવિઓનું સ્મરણ કર્યું છે. બીજી તરફ પરવર્તી અંડવ્ય, કમલભવ, મલ્લિકાર્જુન, કુમુદેન્દુ, મંગરસ વગેરે માન્ય કવિઓએ જન્નની સ્તુતિ કરી છે. જન્નના યશોધરચરિતમાં ગદ્ય નથી, માત્રવૃત્ત છે. બાકી બધા કંદ પદ્ય છે. આ સુંદર કાવ્ય ચાર અવતારોમાં વિભક્ત છે. તેમાં કુલ ૩૧૧ કંદ પદ્ય છે.
પ્રસ્તુત કાવ્યમાં કવિએ પાંચ અણુવ્રતોમાં અન્યતમ તથા પ્રમુખ અહિંસાણુવ્રતના મહિમાને ખૂબ જ આકર્ષક ઢંગે સમજાવ્યો છે. રાજા મારિદત્ત દ્વારા પોતાના કુળદેવીની બલિ આપવા માટે લાવવામાં આવેલા મનુષ્ય યુગલ દ્વારા કહેવામાં આવેલી જન્માંતર કથાઓ સાંભળી રાજ સ્વયં હિંસાને સર્વથા ત્યાગી સંસારથી વિરક્ત થઈ જાય છે. આ જ આ કાવ્યનો કથાસાર છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાઓમાં એતવિષયક કેટલાય ગ્રંથ છે; જેમકે, યશસ્તિલકચંપૂ, યશોધરકાવ્ય, સહરચરિઉ વગેરે. તેમાં યશસ્તિલકચંપૂ એક બહુ જ મહત્ત્વપૂર્ણ મહાકાવ્ય છે. તેના રચયિતા રાજનીતિ શાસ્ત્રના મર્મજ્ઞ આચાર્ય સોમદેવસૂરિ છે.
કવિએ કાવ્યારંભે કુંદકુંદ, સમતભદ્ર, પૂજયપાદ વગેરે આચાર્યોના સ્મરણની સાથે-સાથે સલ, વિનયાદિત્ય, યયંગ વગેરે હોસલ વંશની પરંપરાનું વિસ્તારથી વર્ણન કર્યું છે અને પોતાના આશ્રયદાતા વીરબલ્લાલની વિશેષ રૂપે પ્રશંસા કરી છે. આર. નરસિંહાચાર્યના શબ્દોમાં તેનો બંધ લલિત, મધુર, ગંભીર અને હૃદયગ્રાહી છે. કવિ મધુર દ્વારા જન્નને કર્ણાટકકવિતાના સીમાપુરુષ કહેવામાં આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org