Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
૩૭
વિરક્તિનાં અપૂર્વ દશ્ય પણ જોવા મળશે. આ જ રીતે આમાં જન્માંતરની કથાઓનાં દશ્યો પણ વર્ણિત છે. વૈભવશાળી મોટા-મોટા રાજા-મહારાજા પણ સામાન્યમાં સામાન્ય નિમિત્ત મળતાં કઈ રીતે સંસારથી વિરક્ત થઈને આત્મ હિતાર્થ કઠિનથી કઠિન તપસ્યા કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે, તેવી અદૂભુત ઘટનાઓ પણ પંપરામાયણમાં પ્રચુર પરિમાણમાં મળે છે.
અહીં વાલ્મીકીય રામાયણ તથા પંપરામાયણમાં મળતા કેટલાક મુખ્ય ભેદનો પણ ઉલ્લેખ કરવો આવશ્યક છે. પંપરામાયણમાં રામની માતા અપરાજિતા અને શત્રુઘ્નની માતા સુપ્રભા દર્શાવવામાં આવી છે. સુમિત્રાનો લક્ષ્મણ એકમાત્ર પુત્ર હતો. જૈનપુરાણ અનુસાર રામ વિષ્ણુનો અવતાર નથી, પરંતુ બલદેવ છે અને લક્ષ્મણ શેષના અવતાર નથી, પરંતુ વાસુદેવ છે. આ જ રીતે રાવણ પ્રતિવાસુદેવ છે. રામ ધર્મનાયક, લક્ષ્મણ વીરનાયક અને રાવણ પ્રતિવાસુદેવ છે. રાવણનો વધ રામ નહિ પરંતુ લક્ષ્મણ કરે છે. સીતા ભૂમિજા નહિ, પરંતુ જનકની પુત્રી છે. સીતાને પ્રભામંડલ નામક ભાઈ પણ હતો. આમાં વિશ્વામિત્ર, પરશુરામ અને મંથરાની ચર્ચા જ નથી. સુગ્રીવ, વાલિ વગેરે વાનર નહિ પરંતુ વાનરવંશીય વિદ્યાધર હતા. તેમના ધ્વજો પર કપિનું ચિહ્ન રહેતું હતું. રાવણ સાથે તેમનો સંબંધ પણ હતો. વરુણના યુદ્ધમાં હનુમાને રાવણની મદદ પણ કરી હતી. અહીં રામ દ્વારા વાલિના વધનો ઉલ્લેખ જ નથી. આ જ રીતે પંપ-રામાયણમાં સેતુબંધનો ઉલ્લેખ નથી. કપિધ્વજ વિદ્યાધરો આકાશગામિની વિદ્યાના બળે સમુદ્ર પાર કરે છે. પંપરામાયણ અનુસાર રાક્ષસ અને વાનર બંને ય વિદ્યાધરવંશના હતા. હનુમાન રાવણની બહેનના જમાઈ હતા. રાવણના દુરાચારથી રિસાઈને હનુમાન અને વિભીષણ રામ સાથે આવી મળ્યા. રાવણ રાક્ષસ ન હતો, પરંતુ રાક્ષસવંશનો હતો. તેના દસ મસ્તક પણ ન હતાં. શંબુક રુદ્ર નહોતો, રાવણની બહેન ચન્દ્રનખાનો દીકરો હતો. “સૂર્યહાસ” ખગ માટે તપસ્યા કરતાં તેને લક્ષ્મણે ભ્રાંતિવશ માર્યો હતો, જે રાવણ દ્વારા સીતાપહરણનું એકમાત્ર કારણ બની ગયો. રામનો વર્ણ ગોરો અને લક્ષ્મણનો શ્યામ હતો અને લક્ષ્મણે જ રાવણને માર્યો હતો, રામે નહિ. રામ તે જ ભવમાં મોક્ષે ગયા છે.
૧. વિશેષ માટે “જૈન સંદેશ શોધાંક ૧૨માં પ્રકાશિત “જૈન રામાયણકે વિવિધ રૂપશીર્ષકમારો લેખ
જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org