Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૮
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
રચયિતા શ્રુતકીર્તિના સમકાલીન કોઈ દેવચન્દ્રની પણ સ્તુતિ કરવામાં આવી છે. આ જ દેવચન્દ્ર કવિના ગુરુ રહ્યા હશે. કીર્તિવર્ગે પોતાના સંબંધમાં કવિકીર્તિચન્દ્ર, કન્દર્પમૂર્તિ, સમ્યક્તરત્નાકર, બુધભવ્યબાંધવ, વૈદ્યરત્ન, કવિતાબ્ધિચન્દ્રમ્, કીર્તિવિલાસ વગેરે વિશેષણોનો ઉલ્લેખ કર્યો છે.
વસ્તુતઃ એ એક ઉલ્લેખનીય વાત છે કે જૈન કવિઓએ પ્રત્યેક વિષય પર પોતાની કલમ ચલાવી છે. આ કવિઓએ માત્ર માનવ હિત માટે જ નહિ, પશુપક્ષીઓના મંગલ માટે પણ ઘણું કર્યું છે. આમ અહિંસા-પ્રધાન જૈન ધર્મના અનુયાયી માટે આ કોઈ નવી વાત નથી. જૈન તીર્થકરોની સમવસરણસભામાં પણ કોઈ ભેદ-ભાવ વગર પ્રાણીમાત્રને પ્રવેશ કરવાનો તથા તેમના કલ્યાણકારી ઉપદેશને સાંભળવાનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત હતો. વસ્તુતઃ જે ધર્મમાં આ પ્રકારની ઉદારતા નથી, તે વિશ્વધર્મ કહેવડાવવાનો દાવો ન કરી શકે. એટલા માટે કીર્તિવર્મનો આ પ્રયાસ વાસ્તવમાં સ્તુત્ય જ નહિ, અનુકરણીય પણ છે. સંસ્કૃતમાં “મૃગપક્ષિશાસ્ત્ર નામક એક બીજો જૈનગ્રંથ છે જે પોતાના વિષયની એક અમૂલ્ય કૃતિ છે. આ ગ્રંથની પ્રશંસા માત્ર પૌર્વાત્ય વિદ્વાનોએ જ નહિ, પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ મુક્તકંઠે કરી છે. હાલમાં આ ગ્રંથ અપ્રાપ્ય છે.
કીર્તિવર્મના ગોવૈદ્યમાં ગોવ્યાધિઓનાં ઔષધ, મંત્ર અને યંત્ર વગેરે વિસ્તારથી બતાવવામાં આવ્યાં છે. આ ગ્રંથ પ્રશંસનીય છે. તેમાં સંદેહ નથી કે કીર્તિવર્મનો પ્રયાસ પ્રશંસનીય છે. બ્રહ્મશિવ
તેમણે સમય પરીક્ષા તથા રૈલોક્યચૂડામણિસ્તોત્રની રચના કરી છે. તેમનું ગોત્ર વત્સ, જન્મસ્થળ પોટ્ટણગેરે અને પિતા સિંગરાજ છે. કવિએ પોતાને અન્ગલનો મિત્ર બતાવ્યો છે. પરંતુ તે જ્ઞાત નથી કે આ અગ્નલ કયા હતા? કમ સે કમ તે ચન્દ્રપ્રભપુરાણના રચયિતા અગ્નલદેવ (૧૧૮૯) તો નથી જ. બ્રહ્મશિવના ગુરુ મુનિ વીરનદિ છે. સમયપરીક્ષાના એક પદ્યથી કવિ સૌર, કૌલોત્તર વગેરે સંપ્રદાયો તથા વેદ અને સ્મૃતિ વગેરે ધર્મ ગ્રંથોના વિશેષજ્ઞ હોવાનું જણાય છે. તેમણે ઉપર્યુક્ત ધર્મગ્રંથોને સારહીન બતાવ્યા છે. તેના એક પદ્યથી એ પણ જાણ થાય છે કે પહેલાં તે શૈવ હતા. તેને સારહીન અનુભવી, પછીથી તેમણે જૈનધર્મનો સ્વીકાર કર્યો
૧. વિશેષ જીજ્ઞાસુ લોકોપયોગી જૈન કન્નડ ગ્રંથ' શીર્ષક મારો લેખ જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org