Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
વૃત્તોની એક લઘુકાય કૃતિ છે. પ્રત્યેક પદ્ય ‘નિર્વાણલક્ષ્મીપતિ’થી સમાપ્ત થાય છે. ગ્રંથારંભે આપવામાં આવેલ પદ્યથી જ્ઞાત થાય છે કે તેમની રચના ભવ્ય-જનોની પ્રેરણાથી ક૨વામાં આવી છે. અધિક સંભવ છે કે બોપ્પણે આ લઘુ કૃતિઓ સિવાય કોઈ મહત્ત્વપૂર્ણ બૃહત્ ગ્રંથ પણ રચ્યો હોય, કેમકે પાર્શ્વ વગેરે સમાજમાન્ય કવિઓએ તેમની ઘણી પ્રશંસા કરી છે. કેશિરાજે પણ પોતાની કૃતિમાં ઉદાહરણસ્વરૂપ તેમની કૃતિઓમાંથી પઘો લીધાં છે. સ્વયં કવિએ પણ પોતાને સ્પષ્ટ રૂપે ‘સુકવિસમાજનુત’ કહ્યાં છે.
૬૬
અગલ
તેમણે ચન્દ્રપ્રભપુરાણની રચના કરી છે. તેઓ પણ મૂલસંઘદેશીયગણપુસ્તકગચ્છ-કુંદકુંદાન્વયના છે. તેમના પિતા શાંતીશ, માતા પોચામ્બિકા અને ગુરુ શ્રુતકીર્તિ વૈવિદ્ય હતા. કવિ ઇંગલેશ્વરનિવાસી છે. તેમણે ભારતીભાલનેત્ર, કાવ્યનૌકર્ણધાર, સાહિત્યવિદ્યાવિનોદ વગેરે કેટલીય ઉપાધિઓ મેળવી હતી. અગ્ગલ કોઈ સભાના પ્રમુખ કવિ પણ હતા. આ વાત તેમની કૃતિમાંથી જ સાબિત થાય છે. તેમણે ચન્દ્રપ્રભપુરાણની રચના ઈ.સ.૧૧૮૯માં કરી હતી. કવિએ પોતાના પૂર્વવર્તી કવિઓમાં પંપ, પોન્ન અને રક્ષનું સ્મરણ કર્યું છે. બીજી તરફ આચણ, દેવકવિ, અંડય્ય, કમલભવ, બાહુબલિ, પાર્શ્વ વગેરે કવિઓએ તેમની ખૂબ પ્રશંસા કરી છે.
અગ્ગલનું ચન્દ્રપ્રભપુરાણ ૧૬ આશ્વાસોમાં વિભક્ત છે. એક શિલાલેખથી વિદિત થાય છે કે આ પુરાણ તેમણે પોતાના શ્રદ્ધેય ગુરુ શ્રુતકીર્તિની આજ્ઞાથી રચ્યું છે. કન્નડમાં ઉપલબ્ધ તીર્થંકર ચન્દ્રપ્રભ સંબંધી કથા ગ્રંથોમાં આ પ્રથમ રચના છે. કવિએ આ રચનાની ખૂબ પ્રશંસા કરી છે. ૧૨મી શતાબ્દીના અન્ય ચંપૂ ગ્રંથોની જેમ આ પણ સંસ્કૃતભૂયિષ્ઠ હોઈ, સુદૃઢ બંધથી અધિક પ્રૌઢ બન્યું છે. તેમાં સંદેહ નથી કે અગ્ગલ કવિહૃદય છે અને તેમના વર્ણનોમાં કલ્પનાવિલાસ છે. તેમણે પોતાના સમયના વીરતાપૂર્ણ જીવન પર પણ પ્રકાશ નાખ્યો છે, જોકે તેમની રચના શૈલી બહુ ક્લિષ્ટ છે. ચન્દ્રપ્રભપુરાણમાં ભવાવલિઓ નથી, એટલા માટે કથા સમજવામાં મુશ્કેલી નથી પડતી.
આચણ
તેમણે વર્ધમાનપુરાણ તથા શ્રીપદાશીતિની રચના કરી છે. તેઓ ભારદ્વાજ
૧. બિળિગિ શાસન (૧૫૯૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org