Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ચંપૂયુગ
૬૯
પાર્થપંડિત
તેમણે પાર્શ્વનાથપુરાણની રચના કરી છે. તેમના પિતા લોકણનાયક, માતા કામિયક્ક, અગ્રજ નાગણ અને ગુરુ વાસુપૂજ્ય છે. કવિએ પાર્શ્વનાથપુરાણ ઈ.સ.૧૨૨૨માં રચ્યું છે. એમ જણાય છે કે પાર્શ્વ સૌંદત્તિના શાસક કાર્તવીર્ય ચતુર્થ (ઈ.સ.૧૨૦૨-૧૨૨૦)ની સભામાં સભાકવિ હતા કેમકે તેમણે પોતાની રચનામાં પોતાને સ્પષ્ટ રૂપે કાર્તવીર્યના સભાકવિ ઘોષિત કર્યા છે. કવિ પાર્થનો સમકાલીન હૃવંશીય શાસક કાર્તવીર્ય ચતુર્થ જ છે.
કવિએ રાજા લક્ષ્મણને કાર્તવીર્યનો પુત્ર બતાવ્યો છે. અન્યોન્ય શિલાલેખોથી સિદ્ધ થાય છે કે રાજ લક્ષ્મણ ઈ.સ. ૧૨૨૯માં શાસનારૂઢ હતો. ઉપર્યુક્ત ઉલ્લેખો ઉપરાંત રોયલ એશિયાટિક સોસાઈટીની મુંબઈ શાખાના જર્નલ (ભાગ ૧૦, પૃષ્ઠ ૨૨૦)માં પ્રકાશિત એક શિલાલેખના અંતિમ પદ્યમાં આ શિલાલેખના લેખકનું નામ પાર્શ્વ બતાવવામાં આવ્યું છે. ઉક્ત શિલાલેખ ઈ.સ.૧૨૦૫માં લખવામાં આવ્યો હતો. તેમાં કંડિ મંડલાન્તર્ગત વેણુ ગ્રામના સ્ટાન્વય શાસક કાર્તવીર્ય તથા મલ્લિકાર્જુનનો ઉલ્લેખ છે. તેની સાથે જ કાર્તવીર્ય દ્વારા મંડલાચાર્ય શુભચન્દ્ર ભટ્ટારકને આપેલા દાનનો પણ ઉલ્લેખ છે. એવું પ્રતીત થાય છે કે ઉક્ત શિલાલેખ કવિ પાર્જ દ્વારા સ્તુત કાર્યવીર્યના શાસનકાળમાં જ લખવામાં આવ્યો હશે, કેમકે પાર્શ્વની રચનાઓમાં પોતાના માટે પ્રયુક્ત “કવિકુલતિલકની ઉપાધિ શિલાલેખના અંતિમ પદ્યમાં પણ મોજૂદ છે.
પાર્થને સુકવિજનમનોહર્ષસસ્યમવર્ષ, વિવિધજનમનઃપધિનીપદ્મમિત્ર તથા કવિકુલતિલકની પદવીઓ મળી હતી. તેમણે પૂર્વ કવિઓમાં પંપ, પોન્ન, રન્ન, કર્ણપાર્ય, ગુણવર્મ વગેરે કન્નડ કવિઓનું તથા ધનંજય અને ભૂપાલ નામક સંસ્કૃત કવિઓનું સાદર સ્મરણ કર્યું છે. ધનંજય “દ્વિસંધાનકાવ્ય'ના તથા ભૂપાલ “જિનચતુર્વિશતિકા'ના રચયિતા હોવાનું જણાય છે. મહાકવિ ધનંજય પોતાના દ્વિસંધાનકાવ્યને કારણે વિખ્યાત છે. આ કાવ્યનું અપરનામ રાઘવપાંડવીય છે. આ કાવ્યમાં રામાયણ તથા મહાભારત બંનેની કથા એક સાથે વર્ણિત છે. - કવિ પાર્શ્વનું પાર્શ્વનાથપુરાણ ચંપૂ કાવ્ય છે. તેમાં ૧૬ આશ્વાસ છે. આ પુરાણમાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના ચરિત્રનું ચિત્રણ કરવામાં આવ્યું છે. કવિએ પોતાના આ પુરાણની પ્રશંસા સ્વયં કરી છે. પાર્વે પોતાના ગ્રંથના આરંભે બધા પ્રસિદ્ધ કન્નડ તથા સંસ્કૃત-પ્રાકૃત જૈન કવિઓનું સ્મરણ કર્યું છે. કવિનો બંધ લલિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org