Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
૫૩
શીલરત્નમડિતા, શિષ્ટજનકલ્પલતા વગેરે વિશેષણોથી વિભૂષિત કરવામાં આવી
છે.
શ્રી. આર. નરસિંહાચાર્યનું કહેવું છે કે રાજાને ગંડરાદિત્ય, લક્ષ્મણ, લક્ષ્મીધર, વર્ધમાન અને શાંત આ રીતે પાંચ પુત્રો હતા. કવિ કર્ણપાર્યનો આશ્રયદાતા લક્ષ્મ અથવા લક્ષ્મણ વિજયાદિત્યનો સહોદર લક્ષ્મણ જ છે. પરંતુ ડા. વેંકટસુષ્મધ્ય શ્રી નરસિંહાચાર્યના આ મત સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે ગંડરાદિત્ય અને લક્ષ્મણના પિતા ગોવર્ધન (ગોપણ) ભિન્ન ભિન્ન વ્યક્તિ છે. ગંડરાદિત્યને વિજયાદિત્ય નામક એક જ દિકરો હતો. કર્ણપાર્યનો આશ્રયદાતા લક્ષ્મણ માત્ર તેનો મંત્રી હતો. તેના બે ભાઈ હતા વર્ધમાન અને શાંત. વેંકટસુષ્મધ્યનું આ કથન કર્ણપાર્કના નેમિપુરાણના કથન સાથે બિસ્કુલ મેળ ખાય છે. એટલા માટે મને પણ આ જ કથન યોગ્ય લાગે છે. વેંટસુબ્બચ્ચનો એવો મત કે વિજયાદિત્યનો કોઈ સહોદર ભાઈ ન હતો, ઈ.સ. ૧૧૬પના એફસાંબિના અભિલેખ સાથે મેળ ખાતો નથી, કેમકે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે વિજયાદિત્ય ગંડરાદિત્યનો જયેષ્ઠ પુત્ર હતો. સાથે સાથે જ કવિ કર્ણપાર્ય દ્વારા પ્રયુક્ત રૂપનારાયણ પદવીર થી પણ માનવું પડશે કે તેનો આશ્રયદાતા લક્ષ્મણ રાજવંશીય ચોક્કસ હતો, કેમકે કવિએ ગંડરાદિત્ય તથા વિજયાદિત્ય માટે પણ આ જ પદવીનો પ્રયોગ કર્યો છે.
નેમિનાથપુરાણના સંપાદક એચ. શેષઅયંગારે તેની પ્રસ્તાવનામાં અન્યાન્ય સ્થળોના કેટલાય શિલાલેખોનો હવાલો આપી એ સાબિત કર્યું છે કે તે શિલાલેખોમાં પ્રતિપાદિત રાજા વિજયાદિત્ય અને કવિ કર્ણપાર્ય દ્વારા નેમિનાથપુરાણમાં ઉલિખિત વિજયાદિત્ય આ બંને અભિન્ન છે. આ વિજયાદિત્યનો સમય ઈ.સ.૧૧૪૩થી ૧૧૬૪ સુધી હોવો જોઈએ. અહીં સુધી આપણે કર્ણપાર્યના સમય સંબંધમાં વિચાર કર્યો. હવે જોવાનું એ છે કે કર્ણપાર્યનું જન્મસ્થળ કયું છે. આ પહેલાં જ કહેવામાં આવ્યું છે કે તેણે પોતાની કૃતિમાં ક્યાંય પણ પોતાના જન્મસ્થળ, વંશ અને માતાપિતા વગેરેનો ઉલ્લેખ નથી કર્યો. આવી સ્થિતિમાં કવિના જન્મસ્થળ, વંશ વગેરે સંબંધમાં નિશ્ચિત રૂપે કંઈ પણ નથી કહી શકાતું.
નેમિનાથના સમવસરણના વર્ણનમાં તીર્થંકર નેમિનાથ દ્વારા ધર્મપ્રચારાર્થે
૧. મૈસુર આર્કીઓલોજિકલ રીપોર્ટ- ૧૯૧૬, પૃષ્ઠ૪૮-૫૦. ૨. નેમિનાથપુરાણ, આશ્વાસ ૧, પદ્ય ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org