Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
પ૭
નિમ્નલિખિત વાતો જાણવા યોગ્ય છે. ત્રિલોકસારના ટીકાકાર માધવચન્દ્ર આચાર્ય નેમિચન્દ્રના શિષ્ય હોવાનું જણાય છે. મૂળ ગ્રંથમાં પણ તેમની કેટલીય ગાથાઓ સમ્મિલિત છે. એટલું જ નહિ સંસ્કૃત ટીકાની ઉત્થાનિકાથી જ્ઞાત થાય છે કે ગોમ્મસારમાં પણ તેમની કેટલીય ગાથાઓ સમાવિષ્ટ કરવામાં આવી છે. સંસ્કૃત ગદ્યમય ક્ષપણસાર કે જે લબ્ધિસારમાં સામેલ છે, તે પણ આ માધવચન્દ્રની રચના છે. સિદ્ધાંતચક્રવર્તી નેમિચન્દ્રના ગોખ્ખટસારની રચનામાં માત્ર માધવચન્દ્રનો જ નહિ પરંતુ આચાર્ય કનકનન્દિનો પણ સહયોગ રહ્યો છે.
સ્વ. નાથુરામજી પ્રેમીના મતાનુસાર ગંગનરેશ રાગમલના મહામંત્રી ચાષ્ઠિરાય, સિદ્ધાન્તચક્રવર્તી નેમિચન્દ્ર વીરનદિ, ઈન્દ્રનંદિ, કનકનંદિ અને માધવચન્દ્ર આ બધાનો સમય વિક્રમ સંવત ૧૨મી શતાબ્દીનો પૂર્વાદ્ધ છે. આવી સ્થિતિમાં નરસિહાચાર્ય દ્વારા અનુમિત સોમનાથના સમયમાં અને પ્રેમીજી દ્વારા અનુમિત કાળમાં થોડું-ઘણું અંતર ચોક્કસ પડશે. તેનું એ જ સમાધાન છે કે ઉપર્યુક્ત બંને સમય માત્ર અનુમાનિત છે. એટલા માટે સોમનાથનો સમય થોડો-ઘણો ઘટાડવાવધારવામાં કોઈ આપત્તિ ઉપસ્થિત નહિ થાય. કીર્તિવર્મ (ઈ.સ.૧૧૨૫)ના ગોવૈદ્યને છોડી આજ સુધીના ઉપલબ્ધ બધા કન્નડ વૈદ્યક ગ્રંથોમાં કન્નડ કલ્યાણકારક પ્રાચીન તથા પ્રકાશનીય છે. વૃત્તવિલાસ
તેમણે ધર્મપરીક્ષા લખી છે. પ્રાક્કાવ્યમાલિકામાં પ્રકાશિત શાસ્ત્રસારના કેટલાક અંશોથી ખબર પડે છે કે તેમણે શાસ્ત્રસાર નામક એક અન્ય ગ્રંથ પણ રચ્યો છે. કવિએ પોતાની રચનામાં પોતાના સંબંધે કંઈ પણ નથી લખ્યું. આથી કવિના સમયનિર્ણયનો આધાર તેમના દ્વારા સ્તુત ગુરુપરંપરા જ છે. આ ગુરુપરંપરામાં તેમણે વતી શુભકીર્તિ, સિદ્ધાંતી માધવનંદિ, યતિ ભાનુકીર્તિ, ધર્મભૂષણ, અમરકીર્તિ, વાગીશ્વર અને અભયસૂરિનાં નામ ગણાવ્યાં છે. શ્રી આર. નરસિંહાચાર્યે ઉપર્યુક્ત આચાર્યોના સમયના આધારે વૃત્તવિલાસનો સમય ઈ.સ.૧૧૬૦ નિર્ધારિત કર્યો છે. કવિ સંબંધમાં વિશેષ કંઈ પણ જ્ઞાત નથી. વૃત્તવિલાસના શ્રદ્ધય ગુરુ અમરકીર્તિ છે. આચાર્ય અમિતગતિકૃત ધર્મપરીક્ષાને જ વૃત્તવિલાસે કન્નડ ભાષાભાષીઓના
૧. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃષ્ઠ ૩૦૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org