Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પંપયુગ
૬૧
અધ્યેતાઓ માટે અત્યંત ઉપયોગી લક્ષણ ગ્રન્યો છે. વિદ્વાનોના મતે તેમનો સમય લગભગ ૧૧૪૫ ઈ.સ. છે. નાગવર્મનાં નાકિંગ અને નાકિ નામ પણ હતા.' તેઓ જૈન બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ દામોદર હતું. તેમને અભિનવ શર્વવર્મ કવિકર્ણપૂર કવિતાગુણોદય અને કવિકંઠાભરણ નામક ઉપાધિઓ મળી હતી.*
આચણ, જન્ન, સાળવ અને દેવોત્તમ વગેરે કવિઓએ પણ તેમની સ્તુતિ કરી છે. મહાકવિ જન્ન (ઈ.સ. ૧૨૭૯)ના કથનાનુસાર તેમનો એક ગ્રંથ જિનપુરાણ પણ હતો. પરંતુ હજી સુધી તે ગ્રંથ ઉપલબ્ધ નથી થયો. કવિએ પોતાની રચનાઓમાં પોતાને એક અસાધારણ પંડિત તથા અનેક રાજભાષાઓમાં પ્રતિષ્ઠા અર્જિત કરનાર બતાવ્યા છે. નાગવર્મે પોતાના નિવાસસ્થાન તથા સમય વગેરે વિશે કંઈ પણ નથી લખ્યું.
કન્નડ લક્ષણ ગ્રંથ રચનારાઓમાં નાગવર્મ (દ્વિતીય) નાયક મણિ તુલ્ય છે. તેમણે કન્નડ ભાષા સંબંધિત બધાં ક્ષેત્રોની અનુપમ સેવા કરી છે. કવિનો કાવ્યાવલોક નામક પ્રથમ ગ્રંથ અલંકારશાસ્ત્રનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથ નૃપતુંગના કવિરાજમાર્ગથી અધિક પરિપૂર્ણ છે. આમાં સૂત્રોને કંદ પદ્યોમાં આપીને પૂર્વ કવિઓના ગ્રંથોમાંથી ઉદાહરણ આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ નિમ્નલિખિત પાંચ અધિકરણોમાં વિભક્ત છે –
(૧) શબ્દસૃતિ નામક પ્રથમ અધિકરણમાં સંધિપ્રકરણ, નામપ્રકરણ, સમાસ પ્રકરણ, તદ્ધિતપ્રકરણ અને આખ્યાનપ્રકરણ નામક પાંચ પ્રકરણોમાં કન્નડ ભાષાના વ્યાકરણનું શાસ્ત્રીય તથા લાલિત્યપૂર્ણ નિરૂપણ છે. કન્નડ વ્યાકરણ માટે શબ્દસૃતિ પ્રથમ રચના છે.
(૨) કાવ્યમલ વ્યાવૃત્તિ નામક દ્વિતીય અધિકરણના પદપદાર્થસંધિદોષવિનિશ્ચય અને વાક્યવાક્યાર્થદોષાનુકીર્તન નામક બે પ્રકરણોમાં પદ અને વાક્યોની રચનામાં થનાર દોષો બતાવવામાં આવ્યા છે.
(૩) ગુણવિવેકાધિકરણ નામક તૃતીય અધિકરણ તથા માર્ગવિભાગદર્શન,
૧. અભિધાનવસ્તુકોશ, પદ્ય ૩૬. ૨. કાવ્યાવલોકનની પ્રશસ્તિ. ૩. કર્ણાટકકવિચરિતે, ભાગ ૧, પૃષ્ઠ ૧૪. ૪. કાવ્યાવલોકન અને વસ્તુકોશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org